ટિંડોરી વેલાવાળા શાકભાજી વર્ગ માં આવે છે. ટિંડોળાનું વાવેતર ચોમાસુ તથા ઉનાળુ પાક તરીકે કરી શકાય છે. આપણે ત્યાં ગુજરાત રાજ્યમાં સુરત, તાપી, નવસારી, વડોદરા, ખેડા, અમદાવાદ, જૂનાગઢ જેવા જિલ્લામાં ટિંડોળાનું ઉત્પાદન વિશેષ પ્રમાણમાં લેવામાં આવે છે. ટિંડોળાના પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વધુ માફક આવે છે. સારા નિતારવાળી, મધ્યમ કાળી, બેસર, ગોરાડુ અને ફળદ્રુપ ભાઠાની જમીન આ પાક માટે વધુ માફકસરની ગણાય છે.

ટિંડોળાની વાવણી એક વર્ષ જૂના વેલાઓના ટૂકડા વડે કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ટિંડોળાની ટૂંકા ફળવાળી જમીન પર ફેલાતી જાતનું વાવેતર ગાંઠ અથવા કંદ વડે કરવામાં આવે છે.

ટિંડોરાની જાતો

ટિંડોરાની મુખ્યત્વે ત્રણ જાતો છે.

  1. ઢોલકી ટાઈપ : ખેડા, અમદાવાદ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે જાત વાવવામાં આવે છે તેના ફળનો આકાર ઢોલકી ટાઈપ લંબગોળ હોય છે તે જાડા, ટૂંકા, ઘેરા લીલા રંગના અને ફળ ઉપર ધોળા લીસોટા હોય છે. આ જાતને સ્થાનિક દેશી જાત જ કહેવામાં આવે છે. જે ”ઢોલકી ટાઈપ” તરીકે  ઓળખાય છે.
  2. સૂરતી કલી :આણંદ, વડોદરા, પંચમહાલ, ભરૂચ, નવસારી અને સુરતમાં જે સ્થાનિક જાતની ખેતી કરવામાં આવે છે તેનાં ફળો લાંબા, પાતળા,ચમકદાર તથા આછા  લીલાં હોય છે. આ જાતને પણ સ્થાનિક જાત જ કહેવામાં આવે છે જે” સૂરતી કલી” તરીકે ઓળખાય છે.
  3. ગુજરાત નવસારી ટીંડોરા ૧ તાજેતરમાં નવસારી કૃષિ યુુનિવર્સિટી, નવસારીના અસ્પી બાગાયત –વ– વનિય મહાવિધાલયના શાકભાજી વિજ્ઞાન વિભાગ તરફથી ગુજરાત  નવસારી ટીંડોળા ૧ નામની જાત ખેડૂતોના હિતમાં  વાવેતર માટે ભલામણ કરવામાં આવલે છે. આ જાત સ્થાનિક જાત કરતાં ૩ર.૮પ ટકા વધુ ઉત્પાદન આપે છે.

અનુકૂળ આબોહવા અને જમીન

નિતાર સારો હોય, એવી મધ્યમ કાળી, બેસર, ગોરાડુ અને ફળદ્વુપ ભાઠાની જમીન ઘિલોડીનાં પાક માટે વધુ અનુકૂળ છે. જમીનને પ્રથમ ર૦ થી રપ સે.મી. ઉંડી ખેડી ઉનાળામાં સૂયનાર્ં તાપમાં બરાબર તપવા દેવી અને ત્યારબાદ બે થી ત્રણ વાર કરબથી ખેડ કરી છેવટે સમાર મારી જમીન સમતળ બનાવવી. જયા ચોમાસામાં પાણી ભરાઈ રહેતું ન હોય તેવી જમીનની પસંદગી કરવી જોઈએ. ગરમ અને ભેજવાળી આબોહવા ઘિલોડીનાં પાકને વધુ માફક આવે છે. અતિશય ઠંડી અને સુકા હવામાનમાં આ પાક સારો થતો નથી.સામાન્ય રીતે ર૮૦ સે.ગ્રે થી ૩પ૦  સે.ગ્રે. તાપમાન ખૂબ જ અનુકૂળ આવે છ પરંતુ રાત્રિનું તાપમાન નીચું જાય તો પાકની વૃધ્ધિ અને વકાસ અટકી જાય છે.

રોપણી કેવી રીતે કરવી

ઘિલોડીનાં પાકનું ચોમાસુ તેમજ ઉનાળુ વાવેતર થઈ શકે છે. વાવણી એક વર્ષ જૂના વેલાઓનાં ટૂકડાઓથી કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં વવાતી ઘિલોડીની ટૂંકા ફળવાળી, જમીન ઉપર ફેલાતી જાતનું વર્ધન ગાંઠો / કંદથી થાય છે. રોગ–જીવાતથી મુકત વેલા પસંદ કરી ૪૦ સે.મી. લંબાઈનાં, ૩ થી ૪ આંખોવાળા કટકા તૈયાર કરવા. દરેક ખામણે બે કટકા ખામણાની મધ્યમાં રોપવા. કટકાનાં બન્ને છેડા જમીનની બહાર રહે (ગુજરાતી અંક ૪ મુજબ) અને વેલાનો મધ્યમ ભાગ જમીનમાં પ થી ૭ સે.મી. જેટલો ઉંડો રહે તે રીતે વેલા રોપવા. એક હેકટરની રોપણી માટે પ૦૦૦ નંગ ટૂકડાં પૂરતા છે. ચોમાસામાં જો વેલાના કટકા ઉપલબ્ધ ન હોય તો ફેબ્રઆરી માર્ચ દરમ્યાન છટણી વખતે ટૂકડાં છૂટથી ઉપલબ્ધ થાય ત્યારે પણ રોપણી કરી શકાય છે.

રોપણી અંતર કેટલું રાખવું

સામાન્ય રીતે ધિલોડીનું વાવેતર ર × ર મીટરનાં અંતરે અથવા ર×૧.પ મીટરનાં અંતરે ૩૦ સે.મી.ઉંડા ખામણા બનાવી કરવામાં આવે છે.ખામણાંમાં માટી અને સંપૂર્ણ કોહવાયેલા છાણિયાં ખાતરનું પ કિલો જેટલું મિશ્રણ ઉમેરવું. અડધો કિલો લીમડાનો ખોળ પણ ઉમેરી શકાય. ખામણાની બે હાર વચ્ચે પિયત માટેનો ધાળિયો તૈયાર કરવો.

રોપણી સમય

નર્સરીમાં પોલીથીન બેગમાં તૈયાર કરેલ મૂળવાળા રોપ વડે બારેમાસ  ઘિલોડીની રોપણી કરી શકાય છે. ઘિલોડીનો રોપણી સમય આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લામાં મહદ અંશે જુલાઈ – ઓગસ્ટ માસમાં કરવામાં આવે છે અને ખેડા તથા અમદાવાદ જીલ્લામાં મોટે ભાગે જાન્યુઆરી– ફેબ્રુઆરી માસમાં  કરવામાં આવે છે.

આ રોપણી ઘિલોડી ના જાડા પાકટ ૧/ર થી ૩/૪ ઈંચ વ્યાસની જાડાઈ ધરાવતા વેલાથી કરવામાં આવે છે. આ વેલા ખૂબ જ પાકટ, સખત અને મૂળ વગરના હોય છે. જેથી ઉત્પાદન ઘણું જ ઓછું અને ફળની ગુણવત્તા ખરાબ હોય છે. મૂળ નહીં હોવાથી મોટા ભાગના રોપ નિષ્ફળ જાય છે.

નર્સરીમાં જે ઘિલોડીના રોપા તૈયાર કરવામાં આવે છે તે તદ્દન પાતળા એટલે કે સૂતળી જેટલા અગર તેનાથી પણ પાતળા લગભગ ૧ થી ર મિ.મી. વ્યાસના તદ્દન કૂણી ડૂંખમાંથી ઉછેરેલા, મૂળવાળા પોલીથીન બેગમાં તૈયાર કરેલા હોય છે. આ પાતળા, કૂણા, મૂળવાળા પોલીથીન બેગમાં ઉછરેલા રોપા મબલખ ઉત્પાદન આપે છે.

નર્સરીમાં પોલીથીન બેગમાં મૂળવાળા રોપ તૈયાર કરવાઃ

અત્યાર સુધી ઘિલોડીની રોપણી જાડા – મૂળ વગરના વેલાથી કરવામાં આવતી હતી અને હજુ પણ મોટા ભાગના ખેડૂતોઆ પધ્ધતિથી રોપણી કરેે છે. આ વેલા લગભગ પેન્સિલથી હાથના આંગળા જેટલા જાડા એટલે કે ૧ થી ૪ સે.મી. વ્યાસ ધરાવતા હોય છે. આ વેલામાં ચાર આંખ હોય છે તે પૈકી  બે આંખ જમીન માં રાખવામાં આવે છે. કેટલાક ખેડૂતો જાન્યુઆરી– ફેબ્રુઆરીમાં  આ વેલાની સીધી રોપણી  ખેતરમાં કરે છે.

આ પધ્ધિતથી મૂળ વગરના વેલા સીધા જ ખેતરમાં રોપવાથી ત્રણ માસે માંડવા ઉપર ચડે છે.  ત્યાર બાદ ઉત્પાદન શરૂ થાય છે. ઉત્પાદન  ઓછું મળે છે. માલની ગુણવત્તા સારી હોતી નથી. ઘિલોડું ટૂકું અને જાડું હોય છે. વેલાને મૂળ ફૂટતા નથી અને ખેતરમાં પુષ્કળ પ્રમાણમા ખાલાં પડે છે.  કયારેક પાક નિષ્ફળ પણ જાય છે.

હાલમાં ઘિલોડીની કૂમળી ડૂંખના વેલાથી નર્સરીમાં પોલીથીન બેગમાં જે રોપ તૈયાર કરવામાં આવે છે તે છોડના વેલાની જાડાઈ ૧ થીર મિ.મી. હોય છે.અને ર થી ૩ ગાંઠ  જમીન ઉપર રાખવામાં આવે છે. પોલીથીન બેગમાં ૧૦ દિવસ  થી એક માસમાં વાતાવરણ પ્રમાણે પુષ્કળ મૂળ ફુટે છે. આ રોપને પોલીથીન બેગમાંથી ખેતરમાં રોપવામાં આવતા એકાદ માસમાં માંડવા ઉપર ચડી જઈ ઉત્પાદન આપવાનું શરૂ થઈ જાય છે. આ છોડને પોલીથીન બેગમાં જ મૂળ આવી ગયેલ હોવાથી ખેતરમાં તરત જ ચોંટી જાય છે. ખાલાં પડતા નથી. ઉત્પાદન મબલખ મળે છે. ઉત્પાદનની ગુણવત્તા એકદમ સરસ હોય છે. ઘીલોડા લાંબા, પાતળા અને ચમકદાર હોવાથી સારા બજાર ભાવે વેચાય છે.

ખાતર કેવી રીતે આપવું

જમીન તૈયાર કરતી વખતે ૧પ થી ર૦ ટન સારૂં કોહવાયેલું છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ નાંખવું અથવા અનુકૂળતા હોય તો લીલો પડવાશ કરવો ફાયદાકારક છે. ઘિલોડીનાં પાકમાં ૧૦૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, પ૦ કિ. ફોસફરસ અને પ૦ કિ. પોટાશ પ્રતિ હેકટરે આપવાની ભલામણ છે. જે પૈકીે પ૦ઃપ૦ઃપ૦ કિ.ના :ફોઃપો પાયામાં (વેલાના કટકાનાં સ્ફૂરણ પછી) ,રપ કિલો નાઈટ્રોજન રોપણી બાદ ૪પ દિવસે (ફૂલ આવ ેત્યારે) અને બાકીના રપ કિલો નાઈટ્રોજન ફેબ્રુઆરી માસમાં (એટલે કે આરામની અવસ્થા પછી ).

પિયત નો સમય

વરસાદની ખેંચ જણાય ત્યારે સપ્ટેમ્બર બાદ ૧પ દિવસના આંતરે નવેમ્બર માસ સુધી પિયત આપવું. આ પાક ડિસેમ્બર જાન્યુઆરી માસમાં આરામ અવસ્થામાં હોય તેથી આ સમયે પિયતની જરૂરિયાત  રહેતી નથી. ફેબ્રુઆરી માસમાં તાપમાન વધતા વેલાની વૃદ્ધિ  ચાલુ થાય છે. આ સમયે નીંદામણ, સુકાઈ ગયેલા વેલાની છટણી કરી દરેક ખામણે ગોડ કરી પૂર્તિ ખાતર આપી હળવું પિયત આપવું. ત્યાર બાદ નિયમિત રીતે ૧ર થી ૧પ દિવસના આંતરે પિયત આપતા રહેવું.

વિણી અને ગ્રેડિંગ

ટીંડોળા જેવો પાક વાનસ્પતિક પ્રર્સજનથી થતો હોય, છોડના શરૂઆતના વિકાસ માટે લાંબા સમયની જરૂરત પડે છે. સામાન્ય રીતે ચોમાસું ૠતુમાં રોપણી કરેલ પાકની વિણી ર.પ થી ૩.૦ માી બાદ શરૂ થાય છે. અને ઉનાળુ પાકની વિણી ર થી ર.પ માસે શરૂ થતી હોય છે. કુમળા, યોગ્ય કદના ફળો વીણવા જોઈએ.

સામાન્ય રીતે આ પાકોની વીણી વહેલી સવારે અથવા સાંજના સમયે કરવી. હિતાવહ છે જેથી ગુણવત્તા જળવાઈ રહે.વિણી કર્યા બાદ રોગિષ્ઠ, જીવજંતુના ડંખ મારેલા કે અનિયમિત ફળોને જુદા જુદા પાડી ગ્રેડ પ્રમાણે યોગ્ય કદ અને આકાર પ્રમાણે જુદા પાડી યોગ્ય પેકિંગ કરી બજારમાં મોકલવા જોઈએ. આ પાકમાં  ૩ થી ૪ દિવસના આંતરે વિણી કરવી ખાસ આવશ્યક છે જેથી ફળોની ગુણવત્તા જળવાઈ રહે છે અને સારા બજારભાવ મેળવી શકાય છે.

ઘિલોડા વીણ્યા બાદ તેનું ગ્રેડિંગ કરવું જોઈએ. જાડા ઘિલોડાં કરતા પાતળા ઘિલોડાં જેને ‘કલી’ કહેવામાં આવે છે. તેનો બજારભાવ સારો મળે છે. એટલું જ નહી પરંતુ ‘કલી’ ઘિલોડા વીણવામાં આવે તો ઘિલોડાના છોડમાંથી ઓછા પોષક તત્વોનો વપરાશ થાય છે. નવા– વેલા ફુટે છે અને નવા ઘિલોડાં પુષ્કળ પ્રમાણમાં બેસે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here