પંચાયત ના કાર્યવાહકો એટલે સરળ ભાષામાં પંચાયતી વ્યવસ્થા જેનાથી ચાલે છે તેવા હોદ્દેદારો.

ગ્રામપંચાયત એટલે શું

ગ્રામ પંચાયત એ ગ્રામ્ય સ્તરે આવેલ વહીવટી સંસ્થા છે, જે ભારતની પંચાયતી રાજ પદ્ધતિનું ગ્રામ્ય કક્ષાનું સ્તર છે. અહીં તલાટી-કમ-મંત્રી, ગ્રામસેવક, સરપંચ અને અન્ય ગ્રામ પચાંયતના સભ્યની બેઠક યોજવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાના વિકાસને લગતા કાર્યો અહીંથી કરવામાં આવે છે.

સરપંચ એટલે શું અને તેના કામો શું હોય છે

સરપંચની ચુટણી સીધી જ કરવામાં આવે છે. જેમના શીરે પંચાયતની બેઠકો મહિના માં એક વાર કરવાની જવાબદારી હોય છે. જો કોઇ ખાસ બેઠક નું આયોજન કરવાનું હોય તો તેવા સમયે ૩ દિવસ અગાઉ સભ્યો ને જાણ કરવી ફરજીયાત છે.

 • ગ્રામ પંચાયત ના વહીવટ ,નાણાકીય ,હીસાબી અને આયોજન ને લગતી સત્તાઓ સરપંચને આપવામાં આવી છે.
 • ૧૫ ડીસેમ્બર પહેલાં તાલુકા પંચાયત ને ગ્રામ પંચાયત નું અંદાજ પત્રક આપવાનું હોય છે.
 • આ સિવાય  નાણા ઉપાડ અને જમાં કરાવવાનું કાર્ય પણ તેઓ કરે છે.
 • પંચાયતની બેઠકનું અધ્યક્ષ સ્થાન ગ્રહણ કરવું અને તેનું નિયમન કરવું.
 • ગ્રામ પંચાયતનાં સભ્યોનું રાજીનામું મંજુર કરવું.
 • ચેક પર સહી કરવી.
 • યોજનાઓ ને મંજુર કરવી નમુના નં ૬ માં સહી કરાવવી.
 • ગ્રામપંચાયતની સમીતી ની દેખરેખ રાખવી.
 • પંચાયતની સૌથી અગત્યની સમિતિ એટલે ગ્રામસભાનું યોગ્ય સમયે આયોજન કરવું અને તેની કાર્યવાહી પર નોંધ રાખવી.
 • સરપંચ ગ્રામપંચાયતના મંત્રી ની રજાઓ મંજુર કરે છે.

તલાટીમંત્રી શું છે અને તેની ગામ પ્રત્યેની ફરજો શું હોય છે

ગ્રામપંચાયતનાં વહીવટની જવાબદારી તલાટીની હોય છે. જેઓ સરપંચ ના મુખ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. તે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતને જોડતી મુખ્ય કડી નું કાર્ય કરે છે. દરેક ગામમાં સખ્યા ને આધારે એક કે બે તલાટી કમ મંત્રી હોય છે. જેઓ ને દરેક ગ્રામસભામાં હાજર રહેવાનું હોય છે. પણ તેઓ કોઇ મુદે મતદાનમાં મત આપી શકતા નથી.

તેમનાં કાર્યો નીચે મુજબ છે.

 • જન્મ-મરણની  નોધણી કરવી.
 • જમીનની માલીકી અંગે ના ૭/૧૨ અને ૮-અ તૈયાર કરે છે.
 • પંચાયતને લગતા વેરાઓ ઉઘરાવે છે. અને જમીન મેહસુલ ઉઘરાવે છે.
 • ગ્રામ પંચાયતનો વાર્ષીક હીસાબ કરે છે.
 • તેઓ ગ્રામસભામાં હાજર રહીને અહેવાલ સોપવાનું કાર્ય કરે છે.
 • સરપંચ કે ઉપસરપંચનું  પદ ખાલી પડ્યુ હોય ત્યારે તેની જાણ તાલુકા પંચાયતને કરે છે.
 • જન્મની નોધ ૧૪ દિવસ લેટ કરવામાં આવે તો તેની લેટ ફી ઉઘરાવવાનુ કાર્ય કરે છે.  મરણની નોધ ૭ દિવસ પછી કરવામાં આવે તો પણ તેઓ લેટ ફી ઉઘરાવે છે.

ગ્રામસેવક શું છે

આ પદ ઇ.સ. ૧૯૫૨-૫૩ થી અસ્તિત્વમા છે. જેમની નિમણુક રાજ્યસરકાર દ્વારા કરવામા આવે છે. જેઓ વિસ્તરણ વિભાગનાં કર્મચારી ગણાય છે.

ગ્રામસેવકો ની ફરજો:

 • ગરીબી રેખા નીચે જીવતા કુંટુબોના ક્રુષિ વિકાસ અને આર્થીક વિકાસ માટેની યોજનાઓ નું પાલન કરાવે છે.
 • ક્રુષિ ગ્રામવિકાસ અને આર્થીક વિકાસ બાગાયત તથા સરકારના અન્ય વિભાગોની કામગીરી તેઓ કરે છે.
 • તેઓ મુખ્યત્વે બે પ્રકારની ફરજો નીભાવે છે.  ૧.વિકાસ લક્ષી  ૨. ખેતી વિષયક

નવું નવું જાણવા માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here