મિત્રો આજે આપણે વાત કરીશું જાસુદ ના ફૂલ ની. જાસુદ નું ફૂલ ખુબજ સુંદર અને લાલ રંગ નું હોય છે, એમાંથી ખાસ સુગંધ ના આવે પણ દેખાવ માં ખુબજ સરસ હોય છે. જાસુદ ના ફૂલ થી ઘણી બધી બીમારીઓ દુર થાય છે. જી હા એ માત્ર સજાવટ માટે નહી પણ દવા તરીકે પણ વાપરી શકાય છે.

જાસુદના ફૂલમાં વિટામીન સીની માત્રા પણ ભરપૂર પ્રમાણમાં હોય છે.જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ, આયર્ન શરીરની અનેક બીમારી ઓ માંથી રાહત અપાવવામાં મદદ કરે છે. જાસુદનું સેવન ત્વચા સંબંધિત રોગમાંથી છુટકારો આપે છે. આ ઉપરાંત કરચલીની સમસ્યાં પણ દૂર કરે છે.

જાસુદના ફૂલનો પ્રયોગ ઘાવ ભરવામાં પણ કરવામાં આવે છે.જાસુદના ફૂલમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ ગુણ ના લીધે આપણાં શરીરમાં રહેલા ફ્રી રેડિકલને નિષ્ક્રિય કરવામાં મદદ કરે છે. જેથી ઘણી બધી બીમારીઓ જેવી કે હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ તેમજ વાળને લગતી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.જાસૂદના ફૂલનું શરબત અને ચા પણ બનાવીને પી શકાય છે. ચા શરદી તેમજ ઉધરસમાં રાહત આપે છે.

ફૂલની હર્બલ ટી પીવાથી બ્લડપ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. ફૂલને સૂકવીને તેના પાવડરને પિત્ત તેમજ પથરી દૂર કરવા ઉપયોગમાં લેવાય છે. ચહેરા પર જો ખીલ ની સમસ્યા હોય તો જાસૂદના ફૂલને પાણીમાં પલાળીને મધ મિક્સ કરીને લગાવવાથી ચહેરા પર થી ખીલની સમસ્યા દૂર થાય છે.જે આપણા વાળને લગતી કોઈપણ સમસ્યા જેમ કે વાળ ખરી જવા એટલે કે ટાલિયાપણુ, ફરી નવા વાળ ન ઉગવા, વાળમા રહેલી ચમક ઓજલ થવી, વાળ કમજોર બનવા અને રૂખા-સુખા થવા માટે એક શ્રેષ્ઠ કુદરતી માનવામા આવતુ તેલ એટલે જાસુદનુ તેલ.

જે સ્ત્રીને કોઠે રતવા હોય અને સંતાન ન થતાં હોય તે સ્ત્રી જો જાસૂદનાં પાંચ ફલ દરરોજ ચાવીને ખાય તો તેને ત્યાં સંતાન અવશ્ય જન્મે છે જાસૂદનાં ફૂલ મોળાં છેતાસીરે ચીકણાં છે તે ભાવે ભાવે તેવાં હોય છે તે ઓગસ્ટ માસમાં તેના છોડ પર પુષ્કળ આવે છે. આયુર્વેદ,વાળ થી લગતી કોઈ પણ પરેશાની હોય તો તેની સારવાર સંભવ છે,અત્યારે અહિયાં ચાર-પાંચ જાસુદ ના ફૂલ લઈ તેનું તેલ કેવી રીતે બનાવવું તે જણાવશું અને જો વધારે ફૂલ મળે તો પણ ચાલે પણ અહિયાં આપણે ચાર જ ફૂલનો ઉપયોગ કરીશું કેમકે જેટલું તેલ બનાવવું હોય તેટલા જ માત્રા મા ફૂલ હોવા જોઈએ અને સાથે બીજી વસ્તુ છે નારિયલ નુ તેલ કેમકે નાયીરલ તેલ માથા ના તળીયે સુધી વાળ ના મૂળ માં ઉતરવાની ક્ષમતા ધરાવે છે

આ માહિતી બીજાને પણ શેર કરો જરૂરિયાતમંદ લોકોને મદદ કરે.

કબજિયાતથી કંટાળી ગયા હોય તો અજમાવો આ ઘરેલુ ટિપ્સ…

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here