સરદાર પટેલની જન્મજયંતિ એટલે કે 31 મી ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નું અનાવરણ કરવામાં આવ્યું છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાના લોકાર્પણના સમાચારની સાથે જ કેવડિયા વિશ્વ ફલક પર ચમકી ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નર્મદા જિલ્લાના કેવડિયા કોલીની ખાતે સ્થિત સરદાર સરોવર ડેમ પાસે નિર્માણ થયેલું છે. સરદાર પટેલની પ્રતિમાને ૬.૫ તીવ્રતાના આંચકા કે ૨૨૦ કિમી ઝડપે ફૂંકતા પવનની પણ નહિ થાય.

કેવડિયા કોલીની ખાતે સરદાર પટેલની ૧૮૨ મીટરની દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનીને તૈયાર છે, ત્યારે આ પ્રતિમાને એ રીતે બનાવવામાં આવી છે કે, જેને ૬.૫ તીવ્રતાના ભૂકંપના આંચકાની અસર નહિ થાય અને સાથે સાથે ૨૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકતા પવનની પણ કોઈ અસર થશે નહિ. સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના અનાવરણની સાથે સાથે કેવડિયા ખાતે પ્રવાસનને વેગ મળે તે માટેના તમામ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જોવામાં આવે તો, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પાછળ અત્યારસુધીમાં ૩૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થઇ ચુક્યો છે.

 

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેનાર દરેક વ્યક્તિએ તેને જોવા માટે નિયત કરેલી ચોક્કસ રકમની ફી ચુકવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે કેવડિયા ખાતે ખાસ ટેન્ટ સિટી બનાવવામાં આવ્યું છે. આ ટેન્ટ સિટીનું પણ પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ટેન્ટ સિટીમાં રહેવા માટે લોકોએ તે અંગે નિયત કરેલી જરૂરી ફી ચુકવવી પડશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રૂ. 500 સુધીનો ખર્ચ થશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવનારા લોકોએ રૂ. 500 સુધીનો ખર્ચ કરવો પડશે. નિયત સ્થળેથી લાવવા અને લઇ જવા માટે બસની ટિકિટ જીએસટી સાથે રૂ. 30 ચુકવવી પડશે. જ્યારે પ્રદર્શનીમાં જવા માટેની પ્રવેશ ફી પેટે રૂ. 120 ચુકવવા પડશે.

12 વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિ (બાળકો) માટે પ્રવેશ ફી રૂ. 60 રહેશે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ પ્રતિમાની ગેલેરી સુધી જવા માંગશે તો તે માટે રૂ. 300/ની ફી અલગથી ચૂકવવી પડશે.

182 મીટર ઊંચી સરદાર પટેલની પ્રતિમામાં 135 મીટરની ઊંચાઈ પર પ્રતિમાની છાતીના ભાગે વ્યુઈંગ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાંથી આસપાસમાં આવેલા સરદાર સરોવર ડેમ, વિંધ્યાચળ પર્વતની મનોહર ગિરિમાળા અને ઝરવાણી ધોધ વગેરે જોવાનો લ્હાવો લોકો માણી શકાશે.
જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો આવી જ નવી નવી પોસ્ટ મેળવવા માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો Like & Follow our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here