એક મહત્વપૂર્ણ નિર્ણયમાં વડાપ્રધાન ખેડૂત યોજના સમગ્ર દેશના બધા ખેડૂતો પર લાગુ કરી દેવાઈ છે. અત્યાર સુધી બે હેક્ટર જમીનવાળા અંદાજે 12 કરોડ ખેડૂત તેના દાયરામાં હતા. નવા નિર્ણય હેઠળ બધા ખેડૂતોને ત્રણ હપ્તામાં દર વર્ષે છ-છ હજાર રૂપિયા મળશે.ખેડૂતો માટે પેન્શન યોજના પણ મંજૂર કરાઈ છે. બધા નાના અને સીમાંત ખેડૂતો માટે સ્વૈચ્છિક અને અંશદાનવાળી પેન્શન યોજના મંજૂર કરાઈ છે. 18થી 40 વર્ષ સુધીના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે. 60 વર્ષની વય પછી તેમને દર મહિને ઓછામાં ઓછા ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે.આ સાથે 5મી જુલાઈએ સરકાર બજેટ રજૂ કરશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં હવે ખેડૂતોને ત્રીજા તબક્કાની સહાયની રકમ ચુકવવાની વાત ચાલી રહી છે. ત્યારે સરકારના નિયમોમાં ફેરફાર કરાયા છે. જેના અંતર્ગત ખેડૂતોના બેંક ખાતા ફરજીયાત આધાર સાથે લિંક હોવા જોઈએ આ ઉપરાંત જમીન મર્યાદા રદ કરતા હવે મોટા ખેડૂતો પણ આ સહાયનો લાભ મેળવી શકશે.

મહેસાણા સહીત રાજ્યભરમાં ખેડૂત દીઠ વાર્ષિક 6 હજારની 3 તબક્કામાં સહાય ચુકવવાની પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના બે હપ્તાની સહાય ચૂકવી દેવાઈ છે.આ વર્ષના છેલ્લા અને ત્રીજા તબક્કાની સહાય ચુકવવાની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ખેડૂતોના બેન્કના ખાતા આધાર સાથે લિંક હશે તો જ કિસાન સમ્માન નિધિ યોજનાની સહાય મળશે.

અગાઉ 2 તબક્કાની સહાય મેળવી ચૂકેલા ખેડૂતોને પણ બેન્ક સાથે આધાર લિંક કરવું પડશે. જે ખેડૂતોના બેન્ક આધાર સાથે લિંક નહિ હોય તેને આ યોજનાનો લાભ નહિ મળે.

આ સાથે સરકારે જમીન મર્યાદાની મર્યાદા પણ ઉઠાવી લીધી છે. જેને લઇ હવે મોટા ખેડૂતો પણ આ યોજનાની સહાય મેળવી શકશ. મોટા ખેડૂતો તેમજ અગાઉ સહાય ના લીધી હોય એવા ખેડૂતો 15 જુલાઈ સુધી અરજી કરી શકે છે. આથી સરકારે નિયમોમાં ફેરફાર કરયા હોવાથી હવે દરેક નાના મોટા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકશે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો આવી જ નવી નવી પોસ્ટ મેળવવા માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો Like & Follow our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here