સીઈઈના સહયોગથી બીજ, છોડ સાથે કુદરતી ખાતર આપતી નર્સરી અમદાવાદમાં શરૂ થઈ

મિરઝાપુર ખાતે આવેલી શાંતિ સદન નર્સરીમાં સીઈઈના સહયોગથી ખાસ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જે અંતર્ગત શહેરીજનો ઘરે જ ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી ખાઈ શકે છે તે માટે છોડ અને બીજ સાથે અહીંથી જ માટી મિશ્રિત કુદરતી ખાતર પણ આપવામાં આવે છે. આ અંગે સીઈઈના ડિરેક્ટર કાર્તિકેય સારાભાઈએ કહ્યું હતું કે, ‘શહેરીજનો ઓર્ગેનિક ફૂડ જાતે જ ઉગાડે અને ખાય તે હેતુથી અમે આ નર્સરી ત્રણ દિવસ પહેલાં શરૂ કરી છે. સીઈઈના સહયોગથી અમે આ પ્રોજેક્ટને આગળ પહોંચાડીશું.’

ઘરે કઈ જગ્યાએ કયાલ વેજીટેબલ ઉગાડી શકાય? 

ફ્લેટમાં બાલ્કની કે જ્યાં સુર્યપ્રકાશ આવતો હોય ત્યાં તો નીચેના મકાનોમાં છત પર કે આજુ-બાજુની જગ્યા પર છોડ ઉગાડી શકાય. મેથી, પાલક, બટેટા, ફુલાવર, ગવાર, ફૂદીનો, ટમેટા, મરચા, ધાણા, ડૂંગળી, અજમો, કોબીજ વગેરના મૂળ ઉંડે સુધી જતા નથી જેથી ઘરે ઉગાડી શકાય છે.

આ રીતે ઘરે ઓર્ગેનિક શાકભાજી ઉગાડી શકો છો 

હૉર્ટિકલ્ચરિસ્ટ પરબત કરંજિયાએ કહ્યું કે, ‘ઘરની જગ્યા અને જરૂરીયાતના હિસાબે એક વાંસનું ચોરસ ચોકઠું બનાવો જે એક ફૂટ જેટલુ ઉંચાઈમાં હોય, જેની નીચે કાપડ પાથરો જેથી ખાતર બહાર ન નીકળે, ત્યારબાદ બેથી ત્રણ ભાગની માટી પ્રમાણે એક ભાગનું કુદરતી ખાતર લો, જેમાં છાણીયા ખાતરની જગ્યાએ કોકોપીટ, અળસીયાનું કમ્પોસ્ટ કે હેન્ડમેડ ખાતર પણ નાખી શકો છો. આ બન્ને મિક્સ કરી ચોકઠામાં 9 ઈંચ સુધી ભરો અને સીડ્સ નાખો. સિઝન પુરી થયા બાદ એ છોડને કાઢી સિઝનેબલ છોડ કે બીજ રોપો.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here