બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. આ જાણીને તમને હેરાની થશે કે બટેટા એ ભારતીય શાક નથી. 16મી સદી સુધી પહેલા બટટેા ભારતનો ભાગ ન હતો. બટેટા ભારતમાં ત્યારે આવ્યા જ્યારે પુર્તગાલી તેમની સાથે બટેટા લાવ્યા. કદાચ લોકો માટે આ વાત માનવી પણ ખૂબ મુશ્કેલ હશે કે બટેટા ભારતીય શાક નથી.

બટેટા એક એવું શાક છે. જેનાથી એક નહી, બે નહીં પરંતુ અનેત સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી શકાય છે. બટેટાનું નામ લેતા જ ટિક્કી, પરાઠા સહિતની વાનગીઓ યાદ આવી જાય છે. બટેટાની ગ્રેવી વાળુ શાક, પુરીની સાથે તેમજ અન્ય શાક સાથે મિક્સ કરીને ખાવામાં આવે છે. તેને ફ્રાય કરીને ફ્રેન્ચ ફ્રાઇજની જેમ ખાવાનું દરેક લોકો ખૂબ પસંદ કરે છે. દરેક ઉંમરના લોકોને તે ખાવી ગમે છે.