કાનુબહેન કે જે બનાસકાંઠામાં રહે છે એ અક્ષર જ્ઞાનમાં ભલે સાવ અભણ છે તેમ છતાં પણ તેઓ ફક્ત પશુપાલન મારફતે મહિનાના લાખો રૂપિયાની કમાણી કરે છે. એવું માનવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં વ્યક્તિગત રીતે કાનુબહેન એમના પશુઓ પાસેથી સૌથી વધારે દુધ મેળવે છે અને વેચે છે.

એમણે બે ભેંસોથી દુધનો ધંધો શરૂ કર્યો હતો અને આજે કાનુબહેન પાસે 100 કરતા પણ વધારે ગાયો છે અને 25 જેટલી ભેંસો છે. આ પશુધનથી કાનુબહેન રોજનું 1000 લીટર દુધ મેળવે છે અને પછી એને વેચી લાખોની કમાણી કરે છે.

પહેલા તો કાનુબહેન દશ લીટર દૂધ ભરાવતા હતા ત્યારબાદ ડેરીના કેમ્પોમાં જઈ તેમને પણ કાંઈક નવું કરવાનો વિચાર મગજમાં આવ્યો. ત્યારબાદ કાનુબહેને ધીમે ધીમે પાંચ ગાયો લીધી અને એ પછી ધીમે ધીમે બે પાંચ પાંચ ઢોર વધારીને આજે સૌથી વધારે અને સારી નસલવાળી જર્સી ગાયો અને ૨૫ જેટલી ઉંચી કુળની ભેંસ તેમની પાસે છે.આ પશુધનથી કાનુબહેન તેઓ સાંજ સવાર એમ બંને ટાઈમ થઇને કુલ હજાર લિટર સુધીનું દૂધ ભરાવે છે અને માત્ર આખા બનાસકાંઠા જિલ્લામાં જ નહિ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે દૂધ ધરાવતા મહિલા બન્યા છે.

દુધના આ ધંધામાં કાનુબહેનને એમનો પરિવાર પણ ઘણી જ મદદ કરે છે. કાનુબહેન જણાવે છે કે તેઓ જાતે જ પશુઓની સાર સંભાળ રાખે છે અને એમાં એમને પોતાનો પરિવાર પણ ઘણી જ મદદ કરે છે. કાનુબહેનને આ રીતે દુધની કમાણીમાં સારી આવક મળે છે એટલે હાલ એક આધુનિક ઢબે તબેલો તૈયાર કર્યો છે અને એ તબેલામાં ઠંડક રહે એના માટે તેમણે ચાર મોટા કુલરો પણ ફીટ કરાવ્યા છે અને એ તબેલા ઉપર ફુવારાઓ પણ મુક્યા છે કે જેથી કરીને ગાયોને ઉનાળા દરમ્યાન પણ સરસ ઠંડક મળતી રહે.

તેમજ પશુઓને ખાવાનો ઘાસચારો ખરાબ ના થાય એના માટે પણ તેમણે ગાયને ઘાસ ખાવા માટે અલગ પ્રકારના સુવિધાઓ ઊભી કરી છે અને ગાયો સરળતાથી ઘાસ ખાઈ શકે અને ગાયો સારું દૂધ આપી શકે એના માટે એમણે અલગ પ્રકારનો જ ઘાસચારો બનાવે છે અને પછી ગાયોને આપે છે.

આજે તેઓ આખા દિવસના 1000 લીટર જેટલું દૂધનું ઉત્પાદન કરે છે એટલે બનાસડેરીએ તેમને એમના ઘરે જ ડેરી ઉભી કરી આપી છે જેનાથી તેમને હવે દૂધ ભરવા માટે બહાર નથી જવું પડતું , કાના બેનની આખા વર્ષની આવક એક 90 લાખથી એક કરોડ જેટલી છે.

કાનુબહેન કહે છે કે તેમના પરથી પ્રેરણા લઈને ગામના ઘણા બધા ખેડૂતોએ પણ આ રીતે જ પોતાના ઘરે તબેલાઓની શરૂઆત કરી છે અને ગામના લોકો પણ આ રીતે દૂધમાંથી સારી એવી આવક પ્રાપ્ત કરી રહ્યા છે , આ રીતે જે આધુનિક રીતે તબેલા તૈયાર કર્યા છે એમાં બધી જ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે કે જેથી એમાં રહેતા પશુઓને કોઈ જ પ્રકારની તકલીફ રહે નહિ અને તેઓ આખો દિવસ આ પશુઓને સારસંભાળ કરતા હોય છે અને એમણે ગાયોને દૂધ કાઢવા માટે આઠથી દસ મશીનો લગાવવામાં આવ્યા છે જેનાથી દૂધ પણ સરળતાથી કાઢી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here