Hema Malini Works In Paddy Field For Votes

લોકસભા ચૂંટણીમાં થોડાં દિવસો જ બાકી છે અને નેતાઓ પ્રચાર-રેલીઓ દ્વારા મતદારોને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરાથી BJP ઉમેદવાર અને જાણીતી અભિનેત્રી હેમા માલિનીએ પણ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. ચૂંટણી પ્રચારના પહેલા જ દિવસે હેમા માલિની ઘઉંના ખેતરમાં પહોંચી ગઈ હતી.

Hema Malini who kickstarted her poll campaigning on Sunday was seen lending a hand to women working in a wheat field, carrying bundles of freshly harvested crop.

હેમા માલિની પોતાના સંસદીય ક્ષેત્ર મથુરાના ગોવર્ધન ક્ષેત્રમાં ઘઉંના ખેતરોમાં પાકની લણણી કરતા દેખાયા હતા. હેમા માલિનીનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હેમા માલિનીએ રવિવારથી જ પોતના પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. આ દરમિયાન તેઓ ઘઉંના ખેતરમાં પાકની લણણી કરી રહેલી કામકાજી મહિલાઓની પાસે પહોંચ્યા. હેમાએ તેમની સાથે વાતચીત કરી અને હાથમાં દાંતરડું લઈને પાક કાપ્યો હતો.

The actor said, “People greeted me happily. They welcomed me because I have done a lot for people of Mathura. I am proud of what I did in Mathura. In the near future, more development will be the only aim. Nobody has done anything for Mathura before me like the way I did.”

હેમા માલિનીની ચૂંટણી પ્રચારની આ નવી રીતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વખાણ થઈ રહ્યા છે, તો ઘણા લોકો તેને માત્ર ચૂંટણી સ્ટંટ ગણાવી રહ્યા છે. તેમના આ ફોટાઓને ખૂબ જ શેર પણ કરવામાં આવી રહ્યા છે.

ગત અઠવાડિયે હેમા માલિનીએ મથુરાથી ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. હેમા માલિનીએ થોડા સમય પહેલા જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી ચૂંટણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here