ઉદભવક્રિયા, રંગ, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની જમીનને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.

1. કાંપ ની જમીન (Alluvial soils)

ગુજરાતના પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કાંપ ની જમીન આવેલી છે. કાંપ, રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખી કાંપની જમીનને બે ભાગમાં વહેચવામાં આવે છે.

નદીના કાંપની જમીન (River alluvial land)

આ જમીનમાં ગોરાટ, ગોરાડું, ભાઠાની અને બેસર જમીનનો સમાવેશ થાય છે. ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં, ખેડા જીલ્લામાં સાબરમતી અને મહી નદી વચ્ચેના પ્રદેશમાં, વડોદરા જીલ્લાના ડભોઇ અને તેની આસપાસના પ્રદેશમાં તથા સુરત જીલ્લાના કેટલાક વિસ્તારમાં ‘ગોરાટ જમીન’ આવેલી છે. સાબરમતીના પૂરના મેદાની પ્રદેશમાં અને નદીઓના ટાપુના પ્રદેશમાં કાંપના નીક્ષેપણથી રચાયેલી ‘ભાઠાની જમીન’ આવેલી છે. જે ઘઉં, શાકભાજી, સક્કરટેટી અને તડબુચના વાવેતર માટે અનુકુળ છે. ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતની રેતાળ કાંપની જમીન ‘ગોરાડું જમીન’ તરીકે ઓળખાય છે. આ પ્રકારની જમીન વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જીલ્લામાં આવેલી છે. આ જમીન ઘઉં અને ડાંગરના વાવેતર માટે અનુકુળ છે. મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ ‘ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે. ખેડા જીલ્લાની કાંપની જમીન ‘બેસર જમીન’ તારીખે ઓળખાય છે. તમાકુના પાક માટે આ જમીન ઉતમ ગણાય છે.

કિનારાની અને મુખત્રિકોણ (Delta) પ્રદેશની કાંપની જમીન

કચ્છના કિનારાના વિસ્તારમાં રચાયેલી આ જમીન પર અર્ધસુકી આબોહવાની અસર છે. દક્ષીણ સૌરાષ્ટ્ર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના થઇ છે. આ જમીન પર મીઠાના ક્ષાર અને જિપ્સમ (ચિરોડી) ની પોપડી આવેલી છે. આથી આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે.
2. કાળી જમીન (Black Ground)

આ જમીન રંગે કાળી છે, પરંતુ તેમાં રહેલા તત્વોને આધારે તેના રંગમાં તફાવત પડે છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, સાબરકાંઠા અને વડોદરા જીલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં મધ્યમ કલા રંગની જમીન છે. આ જમીનમાં ચૂનાના તત્વો અને નાઈટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે. આવી જમીનમાં ડાંગર, મગફળી અને કપાસનું વાવેતર થાય છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લામાં ઘેરા કાળા રંગની જમીન છે. કપાસની ખેતી માટે આ જમીન ઉતમ છે. ગુજરાનો ‘કાનમનો કપાસ પ્રદેશ’ આ પ્રકારની જમીન ધરાવે છે.

3. રેતાળ જમીન (Sandy Soils)

૨૫ સેલ્સીયસ કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ જમીન આવેલી છે. બનાસકાંઠા જીલ્લાના વાયવ્ય ભાગમાં, પાટણ અને મહેસાણા જીલ્લાના ઉતર અને પશ્વિમ ભાગમાં, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જીલ્લાના દક્ષીણ-પશ્વિમ ભાગમાં તથા કચ્છ જીલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે, પરંતુ જો સિંચાઈ ની સગવડ થાય તો ખેતી થઇ શકે છે.

4. સ્થાનિક જમીન (Local Land)

ખવાણ અને ધોવાણ ની ક્રિયાઓને કારણે ‘પડખાઉ જમીન’ ની રચના થાય છે. આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર ના બરડાના ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે. ભુપૃષ્ટ, બંધારણ અને રંગને આધારે સ્થાનિક પ્રદેશમાં આ જમીન ‘છેડની જમીન’, ‘ધારની જમીન’, ‘ક્યારીની જમીન’ વગેરે નામે ઓળખાય છે. સૌરાષ્ટ્રના નીચા ભૂમિ વિસ્તારોમાં તથા જુનાગઢ જીલ્લાના દક્ષીણ ભાગમાં ‘છેડની જમીન’ આવેલી છે. આ જમીનમાં ડાંગર અને ફળફળાદીની ખેતી થાય છે. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને જુનાગઢ જીલ્લાના કેટલાક વિસ્તારમાં ‘ધારની જમીન’ આવેલી છે. આ જમીનમાં મગફળી પુષ્કળ થાય છે. ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લામાં ‘ક્યારીની જમીન’ આવેલી છે. આ જમીનમાં ડાંગરની ખેતી થાય છે.

5. ખાર જમીન (Saline Soil)

દરિયાકિનારાની જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે બગડે છે. ખાર જમીન બનવામાં સુકી આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તથા ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ‘ખાર જમીન’ આવેલી છે. ગુજરાત સરકાર દ્વારા ખાર જમીન નવસાધ્ય કરી ખેતી હેઠળ લાવવાના પ્રયાસો થાય છે.

ગુજરાતની ખનીજ સંપતિ

ચિનાઈ માટી:

સાબરકાંઠા જીલ્લામાં એકલારા અને અરસોદીયા; અરસોદીયા ભારતમાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર છે. મહેસાણા જીલ્લામાં કોટ અને વીરપુર; ખેડા, સુરત, ભાવનગર, મોરબી, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર જીલ્લો.

ફાયર ક્લે (અગ્નીજિત માટી):

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, ચોટીલા અને સાયલા તાલુકામાં; પંચમહાલ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, અમરેલી, કચ્છ અને સુરત જીલ્લામાં.

પ્લાસ્ટિક ક્લે:

જામનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં.

કુંદી કરવાની માટી:

કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગર જીલ્લામાં.

જિપ્સમ (ચિરોડી):

જામનગર, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, મોરબી, જુનાગઢ, સુરત અને કચ્છ જીલ્લામાં.

અકીક:

નર્મદા જીલ્લાના રાજપીપળાના ડુંગરો, કચ્છ, ભરૂચ, આણંદ, રાજકોટ, જુનાગઢ, મોરબી, દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં.

ફ્લુઅરસ્પાર:

છોટા ઉદેપુર જીલ્લામાં, ભરૂચ જીલ્લાના ઝગડિયા તાલુકામાં; કડીપાની (જી. છોટા ઉદેપુર) ખાતે ફ્લુઅરસ્પાર શુદ્ધિકરણ કરવાનું કારખાનું છે.

ચૂનાનો પથ્થર:

કચ્છ જીલ્લાના ભુજ, નખત્રાણા અને અબડાસા તાલુકામાં. સુરત જીલ્લાના તડકેશ્વર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર પાસેથી ‘મીલીઓ લાઈટ’ પ્રકારનો ચૂનાનો પથ્થર મળે છે.

દ્વારકા, કોડીનાર અને પોરબંદર પાસે થી ‘પોરબંદર પથ્થર’ પ્રકારનો ચૂનાનો પથ્થર મળે છે.

જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, છોટા ઉદેપુર, ભરૂચ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને વડોદરા જીલ્લામાંથી ચૂનાનો પથ્થર મળે છે. રેતિયા પથ્થરની મોટા ભાગની ખાણો ગીર સોમનાથ જીલ્લામાં આવેલી છે.

કેલ્સાઈટ:

ભાવનગર, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, જુનાગઢ અને ભરૂચ જીલ્લામાં.

તાંબુ, સીસું, જસત:

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં.

બેન્ટોનાઇટ:

કચ્છ અને ભાવનગર જીલ્લામાં.

ગ્રેફાઇટ:

દાહોદ જીલ્લાના દેવગઢબારિયા તાલુકામાં, પંચમહાલ જીલ્લાના જાંબુઘોડા તાલુકામાં અને છોટા ઉદેપુર જીલ્લો.

લિગ્નાઈટ કોલસો:

કચ્છ જીલ્લાના નખત્રાણા, માંડવી, લખપત અને રાપર તાલુકાઓમાં, સુરેન્દ્રનગર, મહેસાણા અને ભરૂચ જીલ્લામાં.

બોકસાઈટ:

દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડ તાલુકાઓમાં.

આરસપહાણ:

બનાસકાંઠા જીલ્લાનો અંબાજી વિસ્તાર

ખનીજ તેલ અને કુદરતી વાયુ:

૧૯૫૮ માં લૂણેજ (જી. આણંદ) માંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ (Gujarat Mineral Wealth) મળ્યા હતા. ખનીજ તેલ અને કુદરતી વાયુ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ અને સુરત જીલ્લામાંથી પણ મળે છે.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાનું તેલક્ષેત્ર ભારતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર છે.

ગાંધીનગર જીલ્લાનું કલોલ; મહેસાણા જીલ્લાના છત્રાલ અને પાનસર; આણંદ જીલ્લાનું ખંભાત, ખેડા જીલ્લાના નવાગામ અને કઠાણા; સુરત જીલ્લાના ઓલપાડ અને માંગરોળ; ભરૂચ જીલ્લાના બાલનેર, માંતીબાણ અને સિસોદરા માંથી ખનીજ તેલ અને કુદરતી વાયુ પ્રાપ્ત થયા છે.

થર્મલ વિદ્યુતમથક:

ગાંધીનગર, ધુવારણ, ઉકાઈ, પાનેધ્રો, સાબરમતી (અમદાવાદ), વણાકબોરી, સિક્કા, ઉતરાણ, કડાણા, હજીરા, માંગરોળ અને કંડલા

જળ વિદ્યુત મથક:

ઉકાઈ, કડાણા.

ગોબર ગેસ:

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકાના ઉદ્તલ ગામ અને દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી ખાતે ગોબર ગેસ પ્લાન્ટ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here