ભારત સરકારે ઘર ના ચૂલા માંથી નીકળતા ધુમાડા થી પર્યાવરણ ને બચાવવા માટે મફત ગેસ કનેક્શન વિતરણ યોજના શરૂ કરી. મફત ગેસ સિલિન્ડર પણ ઉપલબ્ધ કરાવ્યા પરંતુ એક સિલિન્ડર ના ઉપયોગ પછી લોકો એ ફરી પુરાણા ચુલ્હા નો ઉપયોગ કરવાનુ શરૂ કર્યું છે. જેથી સરકારે ગેસ સિલિન્ડર નો ઉપયોગ વધારવા માટે ગેસ સબસીડી  સેવા શરૂ કરી છે.

છેલ્લા કેટલાક વર્ષથી સરકાર ગેસ પર મળતી સબસિડિ સીધી બેંકમાં આપવાનું શરૂ કર્યું છે. વર્તમાન સમયમાં સરકાર દ્વારા પર્યાવરણ ના બચાવ માટે લોકોમાં જાગૃકતા વધારવા ના સંદર્ભે નવી નવી યોજનાઓ જારી કરવામાં આવે છે.સમય રહેતા પર્યાવરણ નો બચાવ કરવો એ આપણા બધા નુ કર્તવ્ય છે.

મોટાભાગના લોકો સિલિન્ડરની સબસિડી ખાતામાં આવે છે કે નહીં તે મુદ્દે કન્ફ્યૂઝ રહે છે. કારણ કે, તેમણે ખબર નથી રહેતી કે, સબસિડી આવી રહી છે કે નહીં. જોકે, તમારે વધારે ચિેંતા કરવાની જરૂર નથી, કારણ કે, અમે તમને એવી રીત સમજાવીશું, જેના દ્વારા તમે સરળતાથી ખબર કરી શકશો કે, તમારા એકાઉન્ટમાં ગેસ સિલિન્ડરની સબસિડી આવી રહી છે કે, નહીં.

આ એક ઓનલાઇન સેવા છે જેના ઉપયોગ કરવા માટે ગેસ સિલિન્ડર ના અધિકારીક વેબસાઇટ પર જવુ પડશે. યાદ રાખવુ કે આ માટે તમારી પાસે  એલપીજી લોગ ઇન આઇડી હોવી અનિવાર્ય છે. આના માટે તમારે તમારા મોબાઈલના બ્રાઉઝરમાં www.mylpg.in વેબસાઈટ લોગ ઈન કરવાનું. આમાં જણાવેલ ટોપ ગેસ કંપનીઓના નામમાંથી તમારે તમારી સર્વિસ પ્રોવાઈડર કંપનીનું નામ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ તમારી પાસે એલપીજી આઈડી માંગવામાં આવશે. આ ભર્યા બાદ પોતાનો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને હાલનું નાણાકીય વર્ષ સિલેક્ટ કરો. આટલું કરવાથી તમારી તમામ સબસિડીની ડિટેલ તમારી સામે આવી જશે. આ ડિટેલમાં દરેક મહિનામાં તમારા એકાઉન્ટમાં મોકલવામાં આવેલ સબસિડીની રકમનું સ્ટેટમેન્ટ આવશે. જો તમારા બેંક એકાઉન્ટમાં સબસિડીની રકમ નથી આવી રહી તો, તમે તૂરંત ફીડબેકવાળા બટન પર ક્લિક કરી પોતાની ફરિયાદ પણ નોંધાવી શકો છો.

સબસિડિ ન મળવાનું મોટું કારણ એલપીજી આઈડીનું એકાઉન્ટ નંબર સાથે ન જોડાવાનું હોય છે. આના માટે તમે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરી પોતાની સમસ્યા તેને જણાવો. આ સિવાય ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.”>
સબસિડિ ન મળવાનું મોટું કારણ એલપીજી આઈડીનું એકાઉન્ટ નંબર સાથે ન જોડાવાનું હોય છે. આના માટે તમે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરી પોતાની સમસ્યા તેને જણાવો. આ સિવાય ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

ખેડૂતો માટે પાકવિમાના નવા સમાચાર નીતિન પટેલે કેન્દ્ર સરકારમાં કરી રજૂઆત- ક્લિક કરી વાંચો

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

સબસિડિ ન મળવાનું મોટું કારણ એલપીજી આઈડીનું એકાઉન્ટ નંબર સાથે ન જોડાવાનું હોય છે. આના માટે તમે તમારા નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરી પોતાની સમસ્યા તેને જણાવો. આ સિવાય ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here