ખેડુતમિત્રો, ખેતીમાં વિવિધ પ્રકારની પરોપકારી વનસ્પતિઓ (parasitic plants) ઘણું નુકસાન કરી શકે છે. આ વનસ્પતિઓનું તેમનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો.

અમરવેલ (સંપૂર્ણ થડ પરજીવી)

ઓળખ

 • અમરવેલ પાતળી દોરી જેવી થડવાળી હોય છે
 • રંગ લીલાથી પીળો અથવા નારંગી રંગની હોય છે
 • છલકાતા રંગના કારણે યજમાન પાક ઉપર સહેલાઈથી જોઈ શકાઈ છે

નુકસાન

 • યજમાનના વિકાસને અટકાવે છે
 • ઘણી વખત છોડની વૃદ્ધિ ઘટાડી નાશ કરે છે
 • અમરવેલ યજમાન પાકમાંથી પોતાનો ખોરાક મેળવી વૃદ્ધિ પામતી હોય છે
 • અમરવેલ સંપૂર્ણપણે ક્ષૃપ તેમજ નાના જાડ પર છવાઈ નુકશાન કરે છે

વ્યવસ્થાપન

 • અમરવેલનાં બીજમુક્ત હોય તેવું બિયારણ વાપરવું
 • તેના યજમાન પાક ના હોય તેવી વાવણી કરવી
 • નિંદાણ દૂર કરવા
 • હાથથી વીણી અથવા કાપી ને દૂર કરવા
 • નીંદણ નાશક દવાઓનો છટકાવ જમીન ઉપર બીજનું સ્ફુરણ થાય તે પેહલા કરવો

વાંદો (અર્ધ થડ પરજીવી)

ઓળખ

 • સમાન્ય રીતે આબાં ઉપર જોવા મળે છે
 • આબાંની ડાળી તેમજ થડ ઉપર અર્ધ પરજીવી તરીકે રહે છે
 • વાંદાના પાન નિલકણો ધરાવતા હોઇ ખોરાક બનાવે છે
 • વાંદાને પોતાની મૂળ રચના હોતી નથી. આબાંના થડમાથી જ પોષણ મેળવે છે

નુકશાન

 • સતત યજમાન પાકમાંથી પોષણ ચૂસે છે
 • જે જગ્યા આંબા સાથે જોડાય ત્યાં ગાંઠ બનતી હોય છે
 • વાંદાના ફૂલ જુમખા માં થાઈ છે. જેમાં બીજ ચીકણા અને મીઠા હોય અને પશુ પક્ષી દ્વારા ફેલાય છે
 • વાંદો લાગેલ વૃક્ષનાં નીચેના ભાગ માં કદ ઘટે અને બિંતંદુરસ્ત લીલા પાંદ દેખાઈ છે

વ્યવસ્થાપન

 • પરજીવી ધરુંઅવસ્થામાં હોય ત્યારે જ રોગીષ્ટ ડાળી પરથી કાપી નાખવી
 • ગાંઠથી પૂરતા નીચેના ભાગેથી કાપી નાખવા
 • રોગીષ્ટ ડાળીઓમાં કોપર સલ્ફેટ અથવા ૨-૪ ડી દવા દાખલ કરવાથી પરજીવી દૂર કરી શકાઈ છે

વાકુંભા (સંપૂર્ણ મૂળ પરજીવી)

ઓળખ

 • ૧ મીટર જેટલી લંબાઈ ધરાવે, નિલકણ રહિત હોય છે
 • યજમાન પાકના મૂળ જરણની મદદથી તેના બીજનું સ્ફુરણ થાય છે
 • ઘણી જાતોમાં જમીનમાથી નીકળ્યા બાદ અઠવાડિયામાં જ ફૂલો દેખાઈ છે
 • વાકુંભાના બીજ ગઢા બદામી રંગના, ખરબચડી સપાટીવાળા ભૂકી જેવા હોય છે

નુકશાન

 • યજમાન પાકના મૂળમાથી પોતાના વિકાશ માટે પોષક તત્વો મેળવે છે
 • વાકુંભા નિલકણ રહિત હોય, ટામેટાં,રીંગણ વટાણા,સૂર્યમુખી પાકોમાં જોવા મળે છે
 • યજમાન અપકની વૃદ્ધિ અટકે છે તેમજ ઉત્પાદનમાં નોધપાત્ર ઘટાડો કરે અને નાશ કરે છે

વ્યવસ્થાપન

 • ફૂલ અવસ્થા પેહલા હાથથી ઉપાડી નાશ કરવો
 • વારંવાર આંતર ખેડ કરવી

આંજીયો  (આંશિક મૂળ પરજીવી )

ઓળખ

 • આંજીયાને ચળકતું લીલા રંગનું થડ,પાન તેમજ નાના ચલક્તા લીલા રંગના આકર્ષક ફૂલો હોય છે
 • આંજીયાને યજમાન પાકની જરૂરિયાત સ્ફુરણ તેમજ શરૂઆતના વિકાસ માટે જરૂરી હોય છે
 • સમાન્ય રીતે મકાઇ, જુવાર, ડાંગર અને શેરડી પાકમાં જોવા મળે છે

નુકશાન

 • આંજીયાને કારણે યજમાન પાકની વૃદ્ધિ રૂંધાય અને પીળા પડી સુકતા હોય છે
 • ઉત્પાદનમાં ખુબજ ઘટાડો થાય અને ઘણી વખત પાક નિષ્ફળ જતો હોય છે

વ્યવસ્થાપન

 • યજમાનપાકનું બિયારણ અંજીયા બિયારણ મુકત હોવું જોઈએ.
 • પાકમાં ઉપયોગકતા યંત્રો, કપડાં, સાધનો વગેરે સાફ કરી વાપરવા.
 • પિંજર પાક તરીકે કપાસ, જુવાર, સૂર્યમુખી અને અલસી ઉપયોગી નીવડે છે.
 • આંજીયાગ્રાહય પાક વાવી અંજીયાનું બિયારણ થાય તે પેહલા નાશ કરવો.
 • કોપેર સલ્ફેટ ૧ થી ૩ ટકાનું દ્રાવણ જમીન ઉપર રેડવું.
 • ૨-૪ ડી દવાના દ્રાવણનો છટકાવ કરવાથી કાબુમાં લાવી શકાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here