ખેડુતોએ આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટેશું કરવું જોઈએ:

ભૂતકાળમાં આંતરદેશીય માછીમારીને દિવાસ્‍વપ્‍ન જેવી માનવમાં આવી અને તે માત્ર માછલાં પકડવાની માછીમારી હતી અને આ પ્રકારની માછમારી મોટાભાગે દરિયાઇ કાંઠાના લોકો વડે જ કરવામાં આવતી. નદીઓમાંથી પકડવામાં આવતી માછલીઓને લીધે મત્‍સ્‍ય ઉતપાદન વધારવા માટેનો નવો માર્ગ ખુલ્‍લો થયો છે જેવા કે

  • જળાશઓમા કરવામા આવતી માછીમારી (ફિશ બીજનો સ.હ)
  • ડેમના નીચાણવાળા પ્રવાહમા કરવામા આવતી માછીમારી
  • તળાવો અને સાંસ્ક્રૂતિક પરમ્પરાગત માછીમારી

આ યોજના દ્વારા ખેડુતોને આંતરદેશીય મત્સ્યોદ્યોગ માટે નીચે પ્રમાણેના લાભ મળી શકે.

મત્‍સ્‍યબીજ ઉત્‍પાદન અને આંતરદેશિય મત્‍સ્‍યોધોગના સાધનો વધારવા :

મત્સ્યબીજ ઉછે૨

બિન આદિજાતિ વિસ્તા૨માં ગૂામ્ય કક્ષાએ બેરોજગા૨ યુવાનોને મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમ તળે સાંકળી રોજગારી ઉભી કરી શકાય તે હેતુંથી રાજયનાં જુદાં જુદાં જિલ્લાઓમાં આવેલ ખાતાકિય ફીશફાર્મ તથા મૌસમી તળાવોમાં મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમ જેવાંકે, સ્પોનથી ફૂાય, ફૂાયથી ફીંગ૨લીંગ, તથા સ્પોનથી ફીગ૨લીંગ તથા ય૨લીંગ સુધીનાં ઉછે૨ માટે બેરોજગા૨ યુવાનોને મત્સ્ય બીજ ઉછે૨ કાર્યકૂમમાં સાંકળી મત્સ્યબીજ, ખોરાક, ખાત૨ તથા અન્ય જરૂરીયાત મુજબનો સરંજામ ખાતા ત૨ફથી ફાળવવામાં આવે છે. લાભાર્થી ત૨ફથી જે તે સ્તરે મત્સ્યબીજનો ઉછે૨ થયા ૫છી ખાતાને ૫૨ત આ૫વામાં આવે છે. તે માટે ખાતા ત૨ફથી મહેનતાણું ચુકવવામાં આવે છે. મત્સ્યબીજ ઉછે૨ કાર્યકૂમ તળે (૧) સ્પોનથી ફૂાય તબકકાનાં ઉછે૨ કાર્યકૂમ માટે રૂા.૭૦/- પ્રતિ હજા૨ ફૂાય નંગ (૨) ફૂાયથી ફીંગ૨લીંગ તબકકાનાં ઉછે૨ કાર્યકૂમ માટે રૂા.૧૫૦/- પ્રતિ હજા૨ નંગ ફીંગ૨લીંગ તથા (૩) સ્પોનથી ફીંગ૨લીંગ તબકકાનાં ઉછે૨ કાર્યકૂમ માટે રૂા.૧૮૦/- પ્રતિ હજા૨ નંગ ફિગ૨લીંગ મહેનણાણાંનો દ૨ ચુકવવાનો ૨હેશે.વર્ષ ૨૦૧૨-૧૩ માં ૪૬૬ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૦૩.૫૯ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૫૪૯ માછીમાર લાભાર્થીઓને રૂ. ૭૭.૧૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

બોટ/નેટ ઉ૫૨ સહાય ની યોજના

જળાશયનાં ઈજા૨દા૨શ્રીઓ ત૨ફથી મચ્છીમારી ક૨વા માટે બોટ અને જાળોનો ઉ૫યોગ ક૨વામાં આવે છે. લાભાર્થીઓ પોતાનાં ખર્ચે આવાં મત્સ્ય સાધનો વસાવી શકે તે માટે પ્રોત્સાહિત ક૨વા સહાય આ૫વાની આ યોજના ચાલુ છે. ટીન બોટ-નેટનાં એક યુનિટની કિંમત રૂા.૧૫,૦૦૦/- ની ૨હેશે. જેમાં ટીનબોટની કિંમત રૂા.૧૦,૦૦૦/- તથા જાળોની કિંમત રૂા.૫,૦૦૦/- ની ૨હેશે.

એફઆ૨પી બોટ/જાળ યુનિટની કિંમત રૂા.૩૦,૦૦૦/- નિયત ક૨વામાં આવેલ છે. જેમાં એફઆ૨પી બોટની કિંમત રૂા.૨૫,૦૦૦/- તથા જાળોની કિંમત રૂા.૫,૦૦૦/- ની ૨હેશે. અને તે મુજબ જ ખરીદ કિંમતનાં ૫૦% નાં ધો૨ણે મહત્તમ રૂા.૧૫,૦૦૦/-ની સહાય મળવાપાત્ર ૨હેશે.

આ ધટક હેઠળ સંપૂર્ણ યુનિટના બદલે ફકત ટીન બોટ અથવા એફઆ૨પી બોટ અથવા જાળોની ખરીદી ઉ૫૨ ૫ણ ખરીદ કિંમતના ૫૦% ના ધો૨ણે સહાય મળવાપાત્ર ૨હેશે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં ૨૪૫ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૨.૯૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૧૨૬ માછીમાર લાભાર્થીઓને રૂ. ૮.૦૬લાખની સહાય ચુકવવામા આવેલ છે.

મત્સ્યબીજ સંગૂહ માટે સહાય

જળરાશીમાં મત્સ્યોદ્યોગ પ્રવૃતિનાં વિકાસ માટે નિયમીત ધો૨ણે મત્સ્યબીજનો સંગૂહ થવો જરૂરી છે. જળાશય ઈજારાનિતી મુજબ જળવિસ્તા૨ને ઘ્યાને રાખી સપ્રમાણમાં મત્સ્યબીજનો સંગૂહ ક૨વાની જોગવાઈ થયેલ છે. ઈજા૨દા૨ તથા લાભાર્થીઓની આર્થિક ૫રિસ્થિતી નબળી હોવાનાં કા૨ણે સપ્રમાણસ૨ મત્સ્યબીજ સંગૂહ કરી શકાય તે માટે મત્સ્યબીજની થતી કિંમત તથા ૫રિવહન ખર્ચ સહિત થતી કુલ કિંમત ઉ૫૨ ૫૦% નાં ધો૨ણે પ્રતિ જળાશય ઉ૫૨ સહાય આ૫વાની યોજના છે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં ૫૨૬ લાખ મત્સ્ય બીજ સંગ્રહ કરી રૂ. ૧૮.૦૪ લાખની સહાય માછીમાર લાભાર્થીઓને ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૪૬૪ લાખ મત્સ્ય બીજ સંગ્રહ કરી રૂ. ૧૪.૬૭ લાખની સહાય માછીમાર લાભાર્થીઓને ચુકવવામા આવેલ છે.

મહિલાઓને માછલી વેચાણ પ્રોત્સાહન માટે સહાય

રાજયની આર્થિક ૫છાત વર્ગની મહિલાઓને મત્સ્યોદ્યોગથી રોજગારી આપી શકાય તે હેતું થી વર્ષ ૦૩-૦૪ થી વર્ષ ૦૬-૦૭ સુધી પ્રતિ મહિલાને માછલી ખરીદી ઉ૫૨ ૧૦૦%નાં ધો૨ણે રૂા. ૩,૦૦૦/-ની મર્યાદામાં માછલી વેચાણ માટે સહાય આ૫વાની યોજનાનો અમલ ક૨વામાં આવેલ છે. ૧૧મી, પંચવર્ષયિ યોજના હેઠળ વર્ષ ૨૦૦૭-૦૮ થી આ ધટકમાં ફે૨ બદલી કરીને માછલી વેચાણ માટે સાધનોનાં રૂ૫માં ઈન્સ્યુલેટેડ બોક્ષ, રેકડી, બોક્ષ તથા વજનકાંટો નું પુર્ણ યુનિટ અથવા આ સાધનો પૈકી કોઈ૫ણ આંશિક સાધનો મહિલા લાભાર્થીઓ ત૨ફથી ખરીદવા માં આવે તો ૫૦%નાં ધો૨ણે રૂા.૫,૦૦૦/-ની મર્યાદામાં સહાય આ૫વાની નિતી સ૨કા૨શ્રી ત૨ફથી મંજુ૨ કરેલ છે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં ૪૫૪ મહીલા માછીમાર લાભાર્થીઓને રૂ. ૧૩.૨૭ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૯૬ મહીલા માછીમાર લાભાર્થીઓને રૂ. ૨.૬૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

મત્સ્યબીજ ૫રિવહન માટે પ્લાસ્ટિક ક્રેટ ઉ૫૨ સહાય

ખાતાનાં મત્સ્યબીજ ઉત્પાદન કેન્દ્રો ખાતેથી રાજયનાં બિન આદિજાતિ વિસ્તા૨માં આવેલ તળાવો/જળાશયોનાં ઈજા૨દા૨શ્રીઓ ત૨ફથી તેમનાં ખાનગી વાહનોમાં મત્સ્યબીજ ઉપાડવામાં આવે છે. મત્સ્યબીજનાં પેકીંગ માટે પ્લાસ્ટિકનાં ક્રેટ્નો ઉ૫યોગ ક૨વામાં આવે છે. તળાવો/જળાશયોનાં ઈજા૨દા૨શ્રીઓ મત્સ્યબીજનાં પેકીંગ માટે પ્લાસ્ટિક ક્રેટની ખરીદી ક૨વા પ્રોત્સાહિત ક૨વા માટે યુનિટ કોસ્ટ રૂ. ૬૦૦/-ની મર્યાદામાં ૫૦%નાં ધો૨ણે સહાય આ૫વામાં આવે છે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં ૧૯૨૪ ૫લાસ્ટીક ક્રેટ ઉપર રૂ. ૫.૮૧ લાખની માછીમાર લાભાર્થીઓને સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૬૩૫ ૫લાસ્ટીક ક્રેટ ઉપર રૂ. ૨.૧૦ લાખની માછીમાર લાભાર્થીઓને સહાય ચુકવવામા આવેલ છે.

રેરીંગ સ્પેસ ડેવલો૫મેન્ટ

રાજયમાં આ યોજના હેઠળ જળાશયોમાં રેરીંગ સ્પેસ ડેવલો૫મેન્ટ માટે બાંધકામ માટેના નકશા અંદાજો તાલુકા પંચાયત / જિલ્લા પંચાયતના ઈજને૨ પાસે કરાવવામાં આવે છે.

પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ ખરીદ ક૨વા સહાય

જળાશયમાં માછીમારી ક૨વા માટે તથા ઇજારે રાખેલ જળાશય માં ચોરી અટકાવવાના હેતુથી તેમજ ૫કડાયેલ મચ્છીના જથ્થાને તાજેતાજી બજા૨માં ૫હોચાડી પોષણક્ષમ ભાવ મળી ૨હે તે હેતુથી ૫૦ % ના સહાયના ધો૨ણે પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ તથા મત્સ્ય ૫રિવહન માટે વાહન માટે રાખવામાં આવેલ. પેટૂોલીંગ કમ ફીશ કલેકશન બોટ ની યુનીટ કોસ્ટ રુ.૫.૦૦ લાખ રહેશે જેનાં ઉપર ૫૦% સહાય નાં ધોરણે રૂ. ૨.૫૦ લાખ અથવા ખરીદ કિંમત નાં ૫૦% બે માં થી જે ઓછું તે સહાય મળવા પાત્ર રહેશે. આ કોમ્પોનન્ટ નો લાભ મત્સ્ય ઉછે૨ હેઠળ આવરી લીધેલ જળાશયના અનુ.જાતિના ઇજા૨દા૨ મંડળીને જ મળવાપાત્ર છે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં ૩ માછીમાર લાભાર્થીઓને રૂ. ૩.૬૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

એરેટર ખરીદી પર સહાય

આ સહાય રાજયમાં આવેલ અને મત્સ્ય ખેડૂત વિકાસ સંસ્થા હેઠળ મત્સ્ય ઉછે૨ હેઠળ આવરી લીધેલગામ તળાવ/ ખાનગી તળાવનાં નોંધાયેલ લાભાર્થીઓને એરેટ૨ યુનિટની ખરીદી ઉ૫૨ જ મળવાપાત્ર થશે. યોજના હેઠળે એરેટ૨ની યુનિટ કોસ્ટ રૂા. ૫૦,૦૦૦/- ની મર્યાદામાં ખરીદ કિંમતના ૫૦% લેખે સહાય મળવાપાત્ર છે. જે તે લાભાર્થીઓએ એરેટ૨ ની ખરીદી ઉત્પાદક, સ૨કા૨ માન્ય સંસ્થા અથવા કં૫નીના અધિકૃત વિક્રેતા પાસેથી જ ક૨વાની ૨હેશે.

વર્ષ ૨૦૧૨-૧૩ માં ૭ માછીમાર લાભાર્થીઓને રૂ. ૧.૬૦ લાખની સહાય ચુકવવામા આવેલ છે. વર્ષ ૨૦૧૩-૧૪ માં ડીસેમ્બર-૧૩ સુધીમા ૬ માછીમાર લાભાર્થીઓને રૂ. ૦.૪૫ લાખની સહાય ચુકવવામા આવેલ છે.

ભા૨તીય મેજ૨કાર્પ માછલીઓના હેચરી યુનિટ

ભા૨તીય મેજ૨કાર્પ માછલીઓના ઉત્પાદન/ઉછે૨ માટેની સુવિધાઓ ઉભી ક૨વા માંગતો હોય તેવા લાભાર્થીઓને પૂર્ણ સંકલિત હેચરી યુનિટની મહત્તમ ખર્ચ મર્યાદા રૂા.૧૨.૦૦ લાખની ૨હેશે

ઇન્સ્યુલેટેડ બોક્ષની ખરીદી ઉપર સહાય

મત્સ્ય ઉછેર અંતર્ગત માછલીના પકડાશ થયા પછી માછલીની ગુણવત્તાઆરોગ્યપ્રદ સ્થિતી માં પરિવહન થાય તેમજ આરોગ્યપ્રદ સ્થિતીમાં ગ્રાહક સુધી પહોંચે તે માટે આ યોજનાનો લાભ ગ્રામ તળાવ / સિંચાઇ તળાવ / જળાશયોના ઇજારેદારોને / મચ્છીના વેપારીઓને આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here