• નીતિ પંચનો એક અંદાજ છે કે હાલ દેશની વસ્તી જે ૧૨૫ કરોડ છે જે ૨૦૨૫ માં ૧૫૦ કરોડ અને ૨૦૫૦ માં ૨૦૦ કરોડ થશે,જે દુનિયામાંવસ્તી બાબતે નંબર એકનું (૧૮-૨૦ ટકા)સ્થાન ગ્રહણ કરી લેશે.
 • હાલ પ્રજાની ખાણી/પીણીમાં જબ્બર ફેરફાર આવી રહ્યા છે.ગુણવત્તા સભર ,સમતોલન  આહારની માંગ વધી રહેલી છે.
 • સજીવ ખેતીપેદાશની સ્થાનિક તેમજ નિકાસ માટે મોટી જરૂરિયાત ઉભી થયેલ છે.
 • દુનિયાના ૧૭૦ દેશો જયારે વિશ્વ વ્યાપારીકરણથી જોડાયા છે ત્યારે નિકાસ માટેની અતિ વિશાળ તકો ઉભી થઇ છે.
 • પરદેશ માં આપણા ફાળો,શાકભાજી ,મરીમસાલા, ,ઔષધીય અને સુગંધિત ફૂલછોડ વગેરે બનાવટોની ઘણી મોટી માંગ છે.
 • દુનિયા ની ખેતીની વાત કરીએ તો  યુરોપ,કેનેડા અને દુનિયાના અન્ય શીત  કટીબંધના  દેશો માં ઉષ્ણતામાન ૦ સે. સુધી પહોચતું હોવાથી ખાસ કોઈ ખેત ઉત્પાદન થતું નથી અથવા મોંઘુપડે છે . ખાડીના દેશોને તો પાણીમાંથી પૈસા પેદા થાય છે. વળી જમીન રેતાળ અથવા નહીવત હોવાથી ત્યાં કઇ પાકતું નથી. જયારે આફ્રિકા ના દેશોમાં માળખાકીય સગવડતા નથી અને પ્રજા આળસુ હોવાથી કુદરતી રીતે પાકે તે ખરું તે ખાઈને  કુંભકર્ણ ની માફક સુઈ રેહવાનું .આ તમામ પરીસ્થિતિ ભારત માટે નિકાસની ઉમદા તક પૂરી પડે છે. ભારતમાં જમીન,પાણી,હવામાન-સૂર્યપ્રકાશ ,મેનપાવર,મનીપાવર,ટેકનોલોજી અને માળખાકીય સગવડતા નો વિકાસ ,બેંકો ની સરકારની ઉદારીકરણની નીતિ વગેરે અનેક બાબતો વિશેષ સાનુકુળ છે. તેનું સંકલન  કરી ખેતીને ચોક્કસતા તરફ લઇ જવા સંકલિત પાક વ્યવસ્થા ધ્વારા ગ્રાહકલક્ષી અને નિકાસલક્ષી ઉત્પાદન કરવું રહ્યું.અત્રે તેની થોડી માર્ગદર્શક  કેડીઓ આપેલ છે.
 • ૧૦૦ થી ૧૦૦૦ એકર જમીન સાથે ખેડૂતોના જૂથ ઊભા કરવા ઇઝરાયલ દેશની માફક .
 • આ ખેડૂતોને જે તે  વિસ્તારને સાનુકુળ પાકો ઓળખાવી તેની  આધુનિક ખેતીનું સંપૂર્ણ જ્ઞાન આપી ખેતી કરવા પ્રેરિત કરવા.
 • આ યુનિટ ની તમામ સાધન સામગ્રી ની ખરીદી એકી સાથે થાય.
 • મોટી મશીનરી ખરીદી ક્રમ પ્રમાણે ખેતી કાર્યો થાય.
 • ખેડૂતો પોતાની જમીન સાથે આ યોજના માં જોડાય .ઓછામાં ઓછી બે એકર જમીન ધરાવતા ખેડૂતો તેનો સભ્ય બની શકે .
 • વેચાણ વ્યવસ્થા ,મુલ્ય વર્ધન ,નિકાસ ,સ્થાનિક  બજાર માટે બહોળી જાહેરાત ,આકર્ષક પેકિંગ  ગુણવત્તા સાથે બજારમાં એક આકર્ષણ ઊભુ કરવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here