નીલ ગાય જેવા પ્રાણીઑ થી પોતાના પાક , શાકભાજી ને બચાવવા નીચે પ્રમાણે ની રીતો અપનાવવા થી ઘણો ફાયદો થાય છે

રીત ૧
નીલ ગાય ના છાણ ને ખેતર ની ચારે બાજુ છાટી દેવા થી ફાયદો થાય છે.

રીત ૨
નીલ ગાય નુ છાણ કા પછી ગાય નુ છાણ  ૩ કિલો, છાસ ૧ લીટર, પાણી ૧૦ લીટર, સવાર થી પલાળી સાંજે ખેતર ફરતે છાટી દેવાથી પણ ફાયદો થાય છે.

રીત 3
કલર કલર ની નકામી જૂની સાડી ઑ ખેતર ફરતે લગાડવા થી પણ નીલ ગાયનો ત્રાસ ઑછો રહે છે. જો તમારા વિસ્તાર મા પ્રાણીઑની હેરાનગતિ બહુ હોય તો આ ઍક સફળ ઉપાય છે. કલર કલર ની સાડીઑ જે બજાર મા સસ્તા મા મળી રહે છે તે અથવા નકામુ કલર કલર નુ કાપડ ખેતર ફરતે થોડા થોડા અંતરે લાકડા ના ટેકે ઉડતુ રહે તેમ લગાડી દેવુ તેનાથી મોટા ભાગ ના પ્રાણીઑ બીવે છે અને ખેતરથી દૂર રહે છે. જો તમારા ખેતર ફરતે જાળ હાય તો પણ આ પ્રયોગ કરવો કારણ કે પક્ષી ઑ પણ આ કલર કલર ના ઉડતા કપડા થી બીવે છે અન પાક ની નુકશાન પહોચડતા નથી.

ભુંડ-રોઝથી પાકને બચાવવા ખેડૂતે બનાવી માત્ર 500 રૂપિયામાં બનાવી દિવાદાંડી, જુઓ વિડીયો…

સામાન્ય રીતે ખેડૂતો મસમોટા ખર્ચ કરી ખેતર ફરતે તાર ફેન્શીંગ કેસીમેન્ટની તૈયાર દિવાલ ઉભી કરતા હોય છે. પરંતુ આ દીવાદાંડી માત્ર 500 રૂપિયામાં જ તૈયારી થઇ શકે છે અને રાત્રીના સમયે રખોપે જવાની જરૂરી રહેતી નથી. ખંભાળીયા ગામનાં ખેડૂતે પોતાની કોઠાસુઝથી દીવાદાંડીબનાવી છે. જેથી ભુંડ કે રોઝ ખેતરમાં આવતા નથી. ભેંસાણનાં ખંભાળીયા ગામમાં ભુંડ અને રોઝ મગફળી, કપાસ સહિતનાં પાકને નુકસાન પહોંચાડી રહ્યાં છે અને ભુંડ, રોઝનાં ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ બન્યા છે. ત્યારે જ ખેડૂત હરીભાઇ પાચાભાઇ ઠુંમરે કોઠાસુઝથી દીવાદાંડી તૈયાર કરી છે.

તેલના ડબ્બાને બન્ને બાજુએ કાપી અંદર ટોર્ચ મૂકી છે. આ ડબ્બામાં બેરિંગ અને સળિયો લગાવ્યા છે, જેથી ડબ્બો આસાનીથી ફરતો રહે છે. મહત્વની વાત તો એ છે કે, ઓછા કે વધુ પવનમાં ડબ્બાનાં પાંખિયાં પણ એડજસ્ટ કરી શકાય છે. ઓછો પવન હોય તો પાંખિયાં વધુ ખોલવા પડે છે અને સારો પવન હોય તો પાંખિયા બંધ રાખવાના હોય છે. ખેતરની વચ્ચે આ ડબ્બો રાતભર ફરતો રહે છે અને ટોર્ચનો પ્રકાશ ચારેબાજુ ફેલાતો રહે. વળી આ ડબ્બાની સાથે તેમણે દોરી બાંધી લોખંડની નટ લગાવી છે. ડબ્બો ફરે એટલે નટ બાજુમાં મૂકેલી થાળીમાં અથડાય છે અને આ અવાજથી ભૂંડ અને રોઝ જેવાં પ્રાણીઓ નજીક આવતા નથી.

દીવાદાંડી માટે માત્ર 500 રૂપિયાનો જ ખર્ચ

આ પ્રકારની દેશી દીવાદાંડીથી રાતભર રખોપું કરવાની ઝંઝટમાંથી છુટકરો મળી શકે છે. આવી જ કોઠાસૂઝથી હરિભાઈએ થોડો સમય પહેલાં એક સીટી બનાવી હતી. જો બોરની મોટર ચાલુ હોય અને અચાનક લાઈટ જાય તો આ સીટી વાગતી હતી, જેથી ખેતરમાં કામ કરતા ખેડૂતને સીધો સંદેશો મળી જાય. 48 વર્ષીય હરિભાઈ ઠુમ્મર ભલે વધુ ભણેલા ન હોય પણ તેમની કોઠાસૂઝ ગજબની છે. આ જ આવડતને કારણે ભેસાણ પંથકમાં તેમના વખાણ થઈ રહ્યા છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

જુઓ વિડીયો:

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here