દાંતીવાડા: બનાસકાંઠાનું ડાંગીયા ગામ દૂધ ઉત્પાદન માટે જાણીતું બન્યું છે. ગામના જોષી પરિવારના દ્વારા મોટા પ્રમાણમાં પશુપાલન કરવામાં આવ્યું છે. જેના કારણે આ પરિવાર મહીને 10 લાખ થી વધુની આવક મેળવી રહ્યો છે. આ પરિવારના ત્રણે ભાઈઓને કોઈ નોકરી કે વ્યવસાય નથી. તેઓ માત્ર પશુપાલનના વ્યવસાય સાથે જોડાઈ કરી રહ્યા છે લાખોની કમાણી. ડાંગીયા ગામનો જોષી પરિવાર ખેતી સાથે સંકળાયેલો હતો. પાંચ વર્ષ અગાઉ ખેતી સાથે તેઓ સાત દુધાળા પશુ રાખતા હતા. પરંતુ જીલ્લામાં આવેલી બનાસ ડેરીના સહયોગ અને દૂધમાં થતી મબલખ આવકને લઈ આ પરિવાર દ્વારા દુધાળા પશુઓની સંખ્યા વધારવામાં આવી.

એક બે નહી પરંતુ આજે આ જોષી પરિવારપાસે 150 થી વધુ દુધાળા પશુઓ છે. પશુઓ માટે ખાસ અત્યાધુનિક તબેલો બનાવવામાં આવ્યો છે. ખાસ પંજાબ થી ગાયો લાવી દૂધની સંખ્યા વધારવામાં આવી છે. આ જોષી પરિવારમાં કુલ ત્રણ ભાઈઓ છે. જ્યાર થી દૂધમાં આવક શરૂ થઇ છે ત્યારથી આ ત્રણે ભાઈઓ માત્ર પશુપાલન જ કરે છે. તેઓ ખેતરમાં કોઈ પાક પણ વાવતા નથી. માત્ર પશુઓ માટે ધાસ ઉગાડવામાં આવે છે. 150 કરતાં વધારે દુધાળા પશુઓ હોવાથી દરરોજ એક હજાર લીટર થી વધુ દૂધ તેઓ મંડળીમાં ભરાવે છે. જેથી આ દૂધમાંથી દર મહીને 10 થી 12 લાખ ની મહિનાની આવક થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here