મરચાએ એક અગત્યના શાકભાજીનો પાક છે. તાજા લીલા મરચા શાકભાજી તરીકે તથા લાલ સુકા મરચા રસોઈને સ્વાદષ્ટિ બનાવવા તેમજ બજારમાં ઉપલબ્ધ તૈયાર વાનગીઓ (ફાસ્ટફૂડ), અથાણા વગેરેમાં વત્તાઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. લીલા મરચામાં ફોસ્ફરસ, કેલ્શિયમ અને વિટામીન સી વિશેષ પ્રમાણમાં હોય છે. લીલા મરચામાં ગેસની તકલીફ અને સાંધાનો દુ:ખાવો દૂર કરવાના ઔષધિય ગુણો પણ છે.

જાતો

સુધારેલી જાતો : જીવીસી-૧૦૧,૧૧૧,૧૧ર,૧ર૧,૧૩૧,પુસા જયોતી, પુસા સદાબહાર, અર્કા મેઘના, અર્કા સુફલ, અર્કા ખ્‍યાતી, કાશી અનમોન, અર્કા શ્વેતા

હાઇબ્રીડ જાતો: જીએવીસીએચ-૧, અર્કા, શીસીએચ-ર અને ૩

જમીનની તૈયારી અને વાવેતર

મરચાના પાક્ને ગોરાડુથી મધ્યમ કાળી અને ભાઠાની સારા નિતારવાળી ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે, તેમ છતાં રેતાળ જમીનમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વ ઉમેરી આ પાકની ખેતી કરી શકાય છે. મે માસ દરમિયાન જમીન ખેડી તપવા દેવી, ચોમાસા પહેલા ૧પથી ૨૦ ટન સારુ કહોવાયેલુ છાણિયુ તથા ગળતિયુ ખાતર નાંખવું, શક્ય હોય તો જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં શણ જેવા પાકનો લીલો પડવાશ કરવો.બે થી ત્રણ ખેડ મારી કરબ મારી જમીન સમતળ કરી અંતર પ્રમાણે વાવેતર કરવું.

ચોમાસામાં જુન – જુલાઈ, શિયાળામાં ઓકટોબર અને ઉનાળામાં જાન્‍યુઆરી-ફેબુઆરીનો સમય સારો છે. બે હાર વચ્ચે ૬૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૬૦ સે.મી. અંતર રાખવું. ૩૦ થી ૩૫ દિવસે ધરુ રોપણી લાયક થયેથી ફેર રો૫ણી કરવી.

બીજનો દર

સુધારેલા પાકો: ૭૫૦ ગ્રામ પ્રતિ હેકટર – ૫૬૦૦૦ છોડ/હેકટર

હાઇબ્રીડ પાકો:૩૫૦ ગ્રામ પ્રતિ હેકટર – ર૮૦૦૦ છોડ/હેકટર

ખાતર

રાસાયણિક ખાતર: ૫૦:૫૦:૫૦ નાફોપો કિ/હે જમીન તૈયાર કરતી વખતે પાયામાં આ૫વું. નાઈટ્રોજન ર૫ કિ/હે, ફેરરો૫ણીના એક મહિના ૫છી પૂર્તિ ખાતર તરીકે અને બાકીનો નાઈટ્રોજન  ર૫ કિ/હે, ફેરરો૫ણીના ૫૦ થી ૫૫ દિવસે આ૫વું. મરચીના છોડની ઊંચાઈ તથા પાનનો વિસ્તાર બોરોનના ૨થી ૪ પીપીએમના છંટકાવથી વધારી શકાય છે. ગુણવત્તાની દૃષ્ટિએ જોઈએ તો બોરોનની પૂર્તિ‌ની એસ્કોરબિક એસીડ કેપ્સેસીન અને કલોરોફીલ એ, બી તેમજ કુલ કલોરોફીલનું પ્રમાણ વધે છે. મરચી પોષણ વ્યવસ્થામાં જો પોટેશિયમ અને જસતની પૂર્તિ‌ એકસાથે કરવામાં આવે તો ઉત્પાદનમાં વિશેષ ફાયદો થાય છે.

દેશી ખાતર: ર૦ ટન પ્રતિ  હેકટર, સારુ કોહવાયેલુ  છાણીયું ખાતર જમીન તૈયાર કરતી વખતે આ૫વું.

પીયત અને કાપણી

ચોમાસુ પૂર્ણ થયા ૫છી ૧૫ થી ર૦ દિવસના અંતરે ૮-૯ પીયત આપવા. મરચાની પ્રથમ વીણી ૭૦ થી ૭૫ દિવસ શરૂ થાય છે. પ્રતિ હેકટર લીલા મરચાનું ૧૫ થી ર૫ ટન ઉત્પાદન મળે છે. તાર બાંધીને છોડને આધાર આપવાથી વધુ  ઉત્પાદન મળે છે.

મરચીના પાકમાં રોગ અને જીવાતનું નિયંત્રણ (Chili Crop Protection)

મરચીની જીવાતો :

થ્રિપ્સ

થ્રીપ્સ એક જાતની જીવાત છે જે છોડના પાન અને ફૂલમાંથી રસ ચૂસે છે જેથી કરીને પાકને નુકસાન થાય છે.

> રરોપણી વખતે ધરૂના મૂળને ઈમીડાક્લોપ્રીડ ૧૦ મિ.લિ અથવા થાયામેથોક્ઝામ ૧૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઉમેરી બે કલાક બોળી રાખ્યા બાદ રોપણી કરવી.

> ફેરરોપણી બાદ ૧૫ દિવસે છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩જી દવા હેકટરે ૧૭ કિ.ગ્રા. આપવી.

> ફેરરોપણી બાદ ૩૦ દિવસે ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૧૦ મિ.લિ.અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામઅથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૩ મિ.લિ. દવા ૧૦ લિટરપાણીમાં મિશ્ર કરી છાંટવી.

પાનકથીરી

> લીંબોળીની મીંજમાંથી બનાવેલ ૫%નો અર્ક અથવા લીમડા આધારિત તૈયાર દવા ૪૦ મિ.લિ.૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

> ફેનાઝાકવીન ૧૦ ઇસી ૧૦ મિ.લિ.અથવા ડાયફેન્થ્યુરોન ૫૦ વે.પા. ૧૦ ગ્રામ અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છાંટવી.

મરચીના રોગો:

કોકડવા

> ધરુવાડીયામાં કર્બોફ્યુરાનની માવજત આપવી.

> ફેરરોપણી બાદ છોડની આજુબાજુ જમીનમાં કર્બોફ્યુરાનન ૩જી આપવી.

> મરચીમાં કોકડવા થયેલ છોડનો ઉપાડીને નાશ કરવો.

> કોકડવા સફેદમાખી વડે ફેલાતો રોગ હોઈ તેના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવાનો ૧૦ િલટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો

કાલવ્રણ અથવા પરિપક્વ ફળનો સડો

> મરચીમાં પિરપક્વ ફળનો સડો (કાલવણ) તથા સકારાના ુ રોગનો ફેલાવો બીજ દ્વારાથતો હોઈ થાયરમ અથવા કેપ્ટાન ૨ થી ૩ ગ્રામ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી.

> ફેરરોપણી બાદ ૨ મહિને કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૨૭ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવીને ૧૦ થી ૧૨ દિવસના અંતરે ૩ થી ૪ છંટકાવ કરવા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here