શ્રી પધ્ધતિથી ડાંગરનું વધુ ઉત્પાદન:

ખેડુતમિત્રો, સામાન્ય રીતે માનવામાં આવે છે કે ચોખા જલજ વનસ્પતિ છે અને સ્થગિત પાણીમાં ઉગે છે. ચોખા જલજ વનસ્પતિ નથી. તે પાણીમાં ટકે છે, પરંતુ પ્રાણવાયુના ઘટેલા પ્રમાણમાં વૃદ્ધિ પામે નહીં. સ્થગિત પાણીમાં ડાંગરનો છોડ તેના મૂળીયામાં વાયુ કોટરો (એરેન્કીમા ટીશ્યુ) વિકસાવવા તેની ઘણી ઉર્જા વાપરે છે. છોડને ફુલ આવે તે પછી વનસ્પતિના મૂળની ટોચોનો લગભગ 70 ટકા હિસ્સો નાશ પામે છે.

સીસ્ટમ ઓફ રાઇસ ઇન્ટેસીફીકેશન (એસ. આર. આઇ. અથવા શ્રી પધ્ધતિ) નામની આ સુધારેલ ખેતી પધ્ધતિથી ઓછા ખર્ચે ડાંગરનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. શ્રી પધ્ધતિથ હેઠળ ડાંગરના ખેતરો પાણીથી ભરી દેવામાં આવતા નથી, પરંતુ વનસ્પતિના વૃદ્ધિ કાળમાં તેને ભેજ હેઠળ રાખવામાં આવે છે. ડાંગરની સિંચાઈથી થતી ખેતીમાં સામાન્યપણે વપરાતા પાણી કરતા અડધા ભાગનું જ પાણી શ્રીમાં જોઇએ. હાલ દુનિયાભરમાં લગભગ એક લાખ ખેડુતો આ પદ્ધતિને અજમાવી રહ્યા છે. આ પધ્ધતિ મેડાગાસ્કર નામના દેશમાં વિકસાવવામાં આવી હતી જે હવે દુનિયાના ડાંગર પકવતા મોટા ભાગના દેશોમાં અપનાવવામાં આવી રહી છે. આપણા દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં એસ.આર.આઇ પધ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પધ્ધતિથી બિયારણ, પાણી, ખાતર અને મજુરીનો ઓછો ઉપયોગ થાય છે સાથે સાથે 20-25 ટકા વધુ ઉત્પાદન પણ મેળવી શકાય છે.

  1. 10 લિટર પાણીમાં 100 ગ્રામ મીઠું ઓગાળીને આ પાણીમાં બિયારણ નાખવા. હલકું બિયારણ જે પાણીની ઉપર તરતું હોય એને કાઢી નાખવું અને બાકીનુ બિયારણ ઉપયોગમાં લેવું.
  2. બિયારણને ફણગાવવા માટે ભીની ટાટ પટ્ટીમાં ત્રણ દિવસ માટે બિયારણ મુકવું અને પુરતુ ભેજ જાળવવું. ત્રીજે દિવસે બિયારણ ફણગી જાય ત્યારે બિયારણને નર્સરીમાં વાવીને ધરુ તૈયાર કરવું.
  3. નર્સરી બનાવવા માટે તાડપત્રી અથવા પ્લાસ્ટીક કાપડ઼નો ઉપયોગ કરવો. તાડપત્રી પર 70% માટી, 20% છાણીયુ/ઓર્ગેનીક ખાતર, 10% કમ્પોસ્ટ ખાતરનું મિશ્રણ પથરાવીને તે પછી ઉપર ફણવાવેલા બીયારણ પાથરવું અને માટીના મિશ્રણથી ઢાંકી દેવું. ધરુ10 દિવસનું થાય ત્યારે ખેતરમાં રોપણી કરવી.
  4. આ પધ્ધતિમાં ધરુની રોપણી પોહ્તા પાટલે વર્ગાકાર પધ્ધતિ (30X30 સે.મી. અથવા 40X40 સે.મી.) એક જ્ગ્યામાં એકજ છોડ રોપીને કરવામાં આવે છે.
  5. જમીનનું લેવલિંગ કાળજીપૂર્વક થવું જોઇએ, જેથી પાણી સરખી રીતે આપી શકાય.. ખેતરમાં રોપણીના 2 દિવસ પહેલા પાણી આપવું. રોપણી વખતે ખેતરમાં પાણી ભરાયેલું હોવું જરૂરી નથી. વાવણી પછી પાણી આપવું.
  6. બે પિયતના ગાળા વચ્ચે જ્મીન પર તિરાડો પાડવી જરૂરી છે જેથી વાયુનું પ્રસરણ સારું થાય અને છોડના મુળા ઉંડા બેસે અને છોડનો વિકાસ સારો થાય. જરૂર પ્રમાણે 5-6 પિયત આપવા.
  7. પાક 45 દિવસનો થાય ત્યારે પુરતી ખાતર આપવું.
  8. પહેલા અને બીજા પિયતના ગાળા વચ્ચે હારોની વચ્ચે વીડર ફેરવીને જમીનમાંથી નિંદામણ દૂર કરો.
  9. આ પધ્ધતિમા ખેતરમાં સતત પાણી ભરાયેલ રાખવાની જરૂર નથી જેથી કરીને 40%-50% પાણીની બચત થાય છે સાથે સાથે હેક્ટેર દિઠ 60 થી 100 ક્વિંટલ ઉતારો મળે છે.

ડાંગરની ખેતી (Rice Cultivation) ભાગ – ૧:

ગુજરાત રાજયમાં ચોખાનો પાક (rice cultivation) ચોમાસુ અને ઉનાળુ એમ બંને ઋતુમાં આવે છે. ઉનાળુ ડાંગરની ખેતી ખાસ કરીને જે વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઓછું હોય, બારેમાસ હવામાં ભેજનું પ્રમાણ વધુ (૭૦%) હોય તેવા દરિયા કિનારાના વિસ્તારો જેવા કે કેરાલા, તામિલનાડુ અને ઓરીસા રાજયમાં થાય છે. આપણાં રાજયમાં વલસાડ, સુરત અને ભરૂચ જિલ્લામાં ઉકાઈ-કાકરાપાર યોજના તથા ખેડા અને પંચમહાલ જીલ્લામાં કડાણા યોજનાને લીધે બારમાસી કેનાલ દ્વારા પિયતની સગવડ થઈ હોવાથી અન્ય ઋતુ કરતાં ઉનાળુ ઋતુમાં ઉત્પાદન વધારે આવવાથી ઉનાળુ ડાંગરની ખેતી લોકપ્રિય બનતી જાય છે.

જાતોની પસંદગી

ઉનાળુ ઋતુમાં સૂર્યપ્રકાશના કલાકો વધારે મળવાને કારણે જે તે જાતો ચોમાસુ ઋતુ કરતાં પાકવામાં ૩૦ થી ૩૫ દિવસ વધારે ભોગવે છે. આથી ચોમાસુ શરૂ થઈ જાય તે પહેલા ઉનાળુ ડાંગરની કાપણી-ઝૂડણી પુરી થવી જોઈએ નહીંતર વરસાદને લીધે ડાંગર પલળી અને ઉગી જવાનો ભય રહે છે. વળી વરસાદ થયા પછી કાપણી કરવી મુશ્કેલ છે. અભ્યાસોના આધારે જણાયું છે કે આપણા રાજચમાં ઉનાળુ ઋતુમાં ગુર્જરી, જી.આર.-૧૦૩, જયાં, જી.આર- ૧૧, જી.આર-૭ તેમજ જી.આર-૧૨ જાતો વધુ માફક જણાઈ છે. ગુર્જરી જાતની ઉનાળુ ઋતુ માટે પણ ભલામણ કરવામાં આવેલી છે.

બીજનું પ્રમાણ અને માવજત

બીજનું પ્રમાણ હેકટર દીઠ (૪ વિદ્યામાં) રોપણી કરવા માટે સુંવાળા (ઝીંણા) દાણાવાળી ડાંગરની જાત માટે ૨૦ થી ૨૫ કિલો તેમજ જાડી અને બરછટ દાણાવાળી જાત માટે ૨૫ થી ૩૦ કિલો રાખવું. વધુ બિયારણનો ઉપયોગ કરવાથી ઘરૂના રોપા નબળા તૈયાર થાય છે અને રોપણી કર્યા પછી બરાબર ચોંટતા નહિ હોવાથી સુકાઈ જાય છે. અને બીજનો બગાડ પણ થાય છે. બીજથી ફેલાતા રોગને અટકાવવા માટે બીજને ઘરૂ નાખતાં પહેલાં એફ હેકટરની રોપણી માટે જરૂરી ૨૫ કિલો બીજને ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટેપ્ટોસાયકલીન દવા+૧૨ ગ્રામ પારાયુકત દવા (એમીસાન) ના દ્રાવણમાં આઠ કલાક બોળ્યા બાદ કોરા કરીને પછી ઘરૂ નાંખવું.

ધરૂવાડિયાની માવજત અને વિસ્તરણ

ડાંગરની રોંપણી જેટલી વિસ્તારમાં કરવી હોય તેના દશમાં માગ જેટલા વિસ્તારમાં ધરૂવાડિયું ઉછેરવું જોઈએ. એક હેકટર (૪ વિધા) વિસ્તારમાં ફેરરોપણી માટે ૧૦ ગુઠામાં ધરૂવાડિયું કરવું પડે. આ માટે ૧૦ મીટર લાંબા, ૧ મીટર પહોળા અને ૧૦-૧૫ સે.મી. ઉંચાઈના ૮૦ થી ૧૦૦ કચારા થાય, જયાં પાણીની પુરતી સગવડ હોય તેવા વિસ્તારમાં ઘરૂવાડિયું બનાવવું જોઈએ. જમીન બરાબર ખેડી ભરીભરી બનાવી ગાદી ફયારા બનાવવા જોઈએ અને કયારા દીઠ આશરે ૨૫-૩o સે.મી. પહોળી નીક બનાવવી જોઈએ જેથી પાણીનું નિયમન બરાબર કરી શકાય અને નિંદામણ કરવામાં તેમજ પિયત આપવામાં સુગમ રહે. ધરૂવાડિયામાં પાયાના ખાતર તરીકે કયારા દીઠ સારૂ કહોવાયેલું છાણિયું ખાતર ૨o કિલો (એક ટોપલો), પ૦૦ ગ્રામ એમોનિયમ સલ્ફેટ, પ૦૦ ગ્રામ સીંગલ સુપર ફોસફેટ અને એક કિલો દિવેલી ખોળ વાવણી કરતાં પહેલાં જમીનમાં મેળવી દેવો જોઈએ.

ઉનાળુ ઋતુની ખેતી માટે ઘરૂવાડિયું ખરેખર શિયાળુ ઋતુમાં ઉછેરવું ખૂબ જ કઠીન પડે છે અને ઘણી કાળજી માગી લે છે અને ઘરૂ ઉછેરવામાં ચોમાસુ ઋતુ કરતા લગભગ બમણો સમય લાગે છે. શીત પ્રતિકારક શકિત ધરાવતી જાતોનું ઘરૂ સારૂ તૈયાર થાય છે. જયારે બીજી અન્ય જાતોનું ધરૂ થોડુ નબળુ તૈયાર થાય છે. શિયાળુ ઋતુમાં ઠંડા પવનનું પ્રમાણ પણ વધુ હોવાથી ધરૂવાડિયાને ઠંડીથી રક્ષણ આપવા ધરૂવાડિયા ફરતે સેવરી, સેસ્બનિયા અથવા ઈકકs વાવી પવન અવરોધક વાડ તૈયાર કરવી જોઈએ. ઉનાળુ ઋતુની ખેતી માટે અનુકુળતા પ્રમાણે જુદીજુદી રીતે ધરૂવાડિયું ઉગાડવામાં આવે છે જે નીચે પ્રમાણે છે.

(અ) જણાવેલ કદનાં ગાદી કયારા બનાવી બિયારણ સીધેસીધું પુંખી અથવા પ થી ૭ સે.મી.ના અંતરે હારમાં હાથ કે કોદાળી વડે ચાસ ઉઘાડી કયારા દીઠ ડાંગરની જાત પ્રમાણે ૨૦૦ થી ૩૦૦ ગ્રામ બીજ વાવી પંજેઠીથી માટીમાં ભેળવ્યા બાદ પાણી મુકવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ ધરૂ સશકત અને વધુ મૂળવાળું હોય છે.

(બ) ફણગાવેલ બીજથી વરૂડીંચું ઘરૂ કરવા માટે ધરૂવાડિયામાં પાણી ભરી ઘાવલ કરી રબડી બનાવી સમાર મારવો, અડધો કલાક રબડી ઠરવા દઈ ફણગાવેલું બીજ થોડા જોરથી એક સરખું પુંખી દેવું અને જમીનમાં પુરતો ભેજ જળવાઈ રહે તેટલું જ પાણી રાખવું. જેથી બીજ જમીનનાં સંપર્કમાં આવતાં ઉગી નીકળે છે. ત્યારબાદ પાંચ થી છ દિવસ પછી જરૂરિયાત મુજબ હળવેથી પાણી આપવું.

ધરૂ ઉછેર અને કાળજી

ઉનાળુ ઋતુમાં ડાંગરની રોપણી માટે ધરૂ તૈયાર કરવા માટે, ધરૂવાડીયામાં ડાંગરની વાવણી ૨૫ નવેમ્બરથી ૧o ડીસેમ્બરના સમયમાં કરવી હિતાવહ છે. વાવણી કર્યા બાદ નીકમાં પાણી ભરી ધરૂવાડીયુ સતત ભીનું રાખવું. વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી ધરૂ વહેલુ તૈયાર કરવા ગાદી કયારાઓને સળંગ પોલીથીનની ચાદર અથવા ડાંગરનું પરાળ અથવા કંતાનથી ૬ થી ૮ દિવસ ઢાંકી રાખવાથી ગરમીનું પ્રમાણ કાંઈક અંશે જળવાઈ રહે છે અને તેથી બીજનું સ્કૂરણ જલદી થાય છે. ત્યારબાદ દરરોજ સવારે ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી ઢાંકણ ખોલી નાખવું. (રાત્રે ઢાંકણ ખોલવું નહિં) ૧૦ થી ૧૨ દિવસનું ધરૂ થાય ત્યારે કચારા દીઠ ૨૦૦ ગ્રામ એમોનીયમ સલ્ફેટ પુર્તિ ખાતર તરીકે આપવું. ધરૂવાડીયાને નિંદામણ મુકત રાખવું. જો ઝીંક કે ફેરસની ઉણપ જણાય તો ઝીંક સલ્ફેટ/ફેરસ સલ્ફેટ આપવું. આમ કાળજી રાખી ધરૂ ઉછેરવાથી પo થી પપ દિવસે ૪-૫ પાન વાળું રોપવા લાયક ધરૂ તૈયાર થઈ જાય છે.

જમીનની પસંદગી અને પ્રાથમિક તૈયારી

વધુ ઉત્પાદન આપતી જાતો બટકી હોવાથી જે જમીનમાં પાણીનોં ભરાવો ન થતો હોય અને જમીનની નિતાર શકિત સારી હોય તેવી મધ્યમ કાળી કયારીની બેસર જમીન વધુ અનુકૂળ આવે છે. શકય હોય તો કયારીમાં ઈકકડ યા શણનો લીલો પડવાશ કરવો. જેથી રાસાયણિક ખાતરના ખર્ચમાં ઘટાડો કરી શકાય, અને ઉત્પાદન ખર્ચ ઓછો આવે. સાથે-સાથે લીલા પડવાશના કારણે સેન્દ્રિય પદાર્થ વધવાના કારણે જમીનનું પોત અને પ્રત પણ સુધરે છે.

ફેરરોપણી કરતાં અગાઉ કે ફેબ્રઆરી માસના બીજા અઠવાડીયામાં કયારીમાં પાણી ભરી ટ્રેકટરથી આડી-ઉભી ખેડ કરવી. જેથી ઘાસ, કચરૂ, ર્નિદામણ દબાઈ કહોવાય જાય છે, ફેરરોપણીના આગળના દિવસે પાણી મરી, ખેડી ઘાવલ કરવાથી લોહ અને ફોસફરીક એસીડ જેવા પોષક તત્વોની પ્રાપ્તીમાં વધારો થાય છે. નત્રવાયુની કાર્યક્ષમતા પણ વધે છે અને છોડ જ૯દી ચોટી જાય છે. ઘાવલ કરવાથી નિંદણનો નાશ થાય છે તેમજ કયારીમાં નીચેનું પડ બંધાઈ જવાથી પાણીનો નિતાર ઓછો થવાથી પાણીની સપાટી જળવાઈ રહે છે.

ફણગાવેલ બીજથી ડાંગરનું સીધુ વાવેતર

ડાંગરનું ઘરૂવાડીયું ન કરવું હોય તો કયારીમાં ફણગાવેલ બીજ પુંખીને વાવેતર કરી શકાય છે અને તે અંગેના અભ્યાસોને આધારે ભલામણ કરવામાં આવેલ છે. ફણગાવેલ બીજથી વાવેતર કરવાથી ડાંગર ૧૦-૧૫ દિવસ વહેલી પાકે છે. કુલ ખેતી ખર્ચમાં ૩૦-૩૫% ઘટાડો થાય છે અને ૧૦-૧૫% વધુ ઉત્પાદન મળે છે. આ માટેની રીતે નીચે મુજબ છે.

એક હેકટરની વાવણી માટે ઝીણી જાતો માટે પ૦ કિલો અને જાડી જાતો માટે ૬૦ કિલો પ્રમાણે બીજ લઈ પીપ કે ટબમાં પo-૬o લીટર પાણીમાં ૨૪ કલાક ડુબાડી રાખી દર ૬ કલાકે પાણી બદલતા રહેવું આામ છેલ્લા ૬ કલાક બાકી હોય ત્યારે ૧ કિલો બીજ દીઠ ૩ ગ્રામ સ્ટ્રપ્ટોસાયકલીન-૧ ગ્રામ એમીસાન-૬ પાણીમાં બીજ સાથે લાકડીથી હલાવી મિશ્રણ કરવું ત્યારબાદ બીજને પાણીમાંથી કાઢી કંતાનના કોથળામાં ચૂસ્ત દબાણમાં રાખવું. આમ ૧૨ કલાક પછી આ ફણગાવેલ બીજને એઝોસ્પીરીંલમ / એઝોટોબેકટર તથા ફોસ્ફોબેકટરીયલ કલ્ચરનો હેકટરે ૧ ફિલો મુજબ પટ આપીને ઘાવલ કરીને સમાર મારી તૈયાર કરેલ જમીન ઉપર અનુભવી માણસ દ્વારા થોડા જોર સાથે પૂંખવું. બીજ ઉગીને મૂળ ચોટી જાય ત્યાં સુધી વધારે પાણી ન ભરતાં ફકત જમીન ભીની જ રાખવી.

ડાંગરની સમયસર ફેરરોપણી

ડાંગરના પાકમાં વધુ ઉત્પાદનનો આધાર ડાંગરની જાત, તંદુરસ્ત ધરૂ તેમજ સમયસર રોપણી માટે યોગ્ય ઉમરના ધરૂનીં ઉપલબ્ધતા પર રહે છે. પ૦ થી પ૫ દિવસની ઉંમરનું ધરૂ થાય ત્યારે ફેબ્રુઆરી માસનું પ્રથમ પખવાડીયું વધુ અનુકૂળ છે આ સમયે ઠંડીનું પ્રમાણ ઘટવાથી રોપાણ ડાંગરની ફૂટ સારી થાય છે. શકય હોય તેટલા સાંકડા ગાળે ૧પ x ૧પ સે.મીના એક થાણે ૨ થી ૩ છોડ (રોપા) રાખી ફેરરોપણી કરવી હિતાવહ છે.

રાસાયણિક ખાતરોનો સંતુલિત ઉપયોગ

સેન્દ્રિય ખાતર : શકય હોય તો એક હેકટર (૪ વિઘા) દીઠ ૧૦ ટન છાણિયું ખાતર અથવા શણ યા ઇકકડનો લીલો પડવાશ કરવો અથવા દિવેલી ખોળનો પણ ઉપયોગ કરી શકાય.

રાસાયણિક ખાતર: રાસાયણિક ખાતરના ઉંચા ભાવોને લીધે જમીન પૃથ્થકરણ પ્રયોગશાળાની ભલામણ મુજબ જ પોષક તત્વો સપ્રમાણ આપવા જેથી વધુ ઉત્પાદન આપતી જાતોની ઉત્પાદન ક્ષમતા જળવાઈ રહે. શકય હોય ત્યાં સુધી નાઇટ્રોજન તત્વ આપવા માટે યુરીયા ખાતરને પુર્તિ ખાતર તરીકે આપતી વખતે કયારીમાં પાણી નિતારી નાખવું તથા ખાતર આપ્યા પછી બીજા યા ત્રીજા દિવસે પાણી ભરવું. કયારીમાંથી પાણી નિતારવાની સગવડ ન હોય અને યુરિયા ખાતર જ આપવું હોય તો નીમકેક પાવડર યુરિયાના ૨૦% જેટલો લઈ બરાબર મિશ્રણ કરી ૪૮ કલાક રહેવા દઈ પછી આપવું. અથવા ૨% લીંબોળીના તેલનો પટ આપવો. ઉનાળું ઋતુ માટે હેકટરે ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પo%), ફુટ વખતે (૨૫%) અને જીવ પડતી વખતે (૨૫%) આપવું.

પૂર્તિ ખાતર આપ્યા બાદ શકય હોય તો બે હાર વચ્ચે ગરગડીયા કરબડી (રોટરી વિડર) ફેરવવી જેથી આપેલ ખાતર માટીમાં સારી રીતે ભળી શકે. ર્નિદામણનો નાશ થાય અને હવાની હેરફેર થવાના કારણે મૂળને પ્રાણવાયુ મળે જેથી પાકની વૃધ્ધિ ઝડપી અને સારી થાય.

કયારીમાં પાણીનું નિયમન

ઉનાળું ડાંગરની ફેરરોપણી કર્યા પછી ઘરૂના રોપા ચોંટી જાય ત્યાં સુધી છીછરું પાણી ૨ થી ૩ સે.મી. ઉંડાઈ જેટલું રાખવું જેથી ધરૂ સારી રીતે ચોટી જાય અને ગામા પડવાની શકયતા ઓછી રહે જેના પરિણામે છોડની સંખ્યાનું પ્રમાણ જળવાઈ રહે છે. ત્યારબાદ જેમ જરુર પડે તેમ ફૂટ થતાં સુધી છીછરું પાણી ભર્યા કરવું. કંટીમાં જીવ પડવાના સમચથી ડાંગર પાકતાં સુધી ડાંગરના પાકને વઘારે પાણીની જરૂર પડે છે, એટલે કયારીમાંથી પાણી નિતર્યાના ૩ થી ૪ દિવસ બાદ પ થી ૭ સે.મી. ઉંડાઈ જેટલું પાણી દાણા પાકતાં સુધી ભરી રાખવું. આ સમય દરમ્યાન જો પાકને પાણીની ખેંચ પડે તો દાણાના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. ડાંગર પાકી જતાં કયારીમાંથી પાણી નિતારી નાખવાથી કાપણીમાં સરળતા રહે છે.

નિંદણ નિયંત્રણ

સારી રીતે ઘાવલ કરી ફેર રોપણી કરેલ પાકમાં નિંદણનો પ્ર્શ્ન રહેતો નથી. પણ શકય હોય ત્યાં સુધી એક થી બે વખત નિંદામણ કરવું કે જેથી પાકની વૃધ્ધિ સારી થાય. જયાં મજુરોની ખેંચ હોય ત્યાં નિંદણ નાશક દવાઓ જેવીકે બુટીકલો ૧.૨૫૦ કિલો પ્રતિ હેકટરે સ.તત્વ અથવા બેન્થીઓકાર્બ ૧,૦૦૦ કિલો સ.તત્વ પ્રતિ હેકટરે રોપણી પછી ૪ દિવસે પoo લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો ત્યારબાદ કયારીમાં પ સે.મી. પાણી ભરેલું રાખવું જરૂરી છે. જયારે ડાંગરનું ફણગાવેલ બીજ પૂંકીને વાવેતર કરેલ હોય તો ફણગાવેલ બીજ પૂંકયા પછી ૮ થી ૧૦ દિવસ પછી આ પ્રમાણે છંટકાવ કરવો.

 

ડાંગરની ખેતી- ભાગ ૨(પાક સરંક્ષણ):

આ લેખના પહેલા ભાગમાં ખેડુતમિત્રોને ડાંગરનો પાક કઇ રીતે કરવો તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ ભાગમાં ડાંગરના પાક સરંક્ષણ (Rice crop protection) વિશે માહિતી આપવામાં આવેલ છે. તમે આ લેખનો ભાગ – ૧ અહીં જોઇ શકો છો.

પાક સંરક્ષણનાં પગલાં

ઉનાળું ઋતુમાં ઉષ્ણતામાન વધારે હોવાને કારણે જીવાતનો ઉપદ્રવ જુજ પ્રમાણેમાં જોવા મળે છે. છતાં પણ કોઈ સમયે ચૂસિયાં કે ગાભિમારાની ઈયળનો ઉપદ્રવ જોવા મળે તો તે માટે નીચે મુજબનાં પગલાં લેવાં,

(૧) ગાભમારાની ઈચળ ઃ આ ઈચળ નાનું કાણું પાડી થડમાં ઉતરી અંદરનો ગર્ભ કોરી ખાય છે. તેથી વચ્ચેનો પીલો સુકાઈ જાય છે. કંટી આવવાના સમયે ઉપદ્રવ થાય ત્યારે કંટીં સફેદ નીકળે છે. તેમાં દાણા ભરાતા નથી અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. આના નિયંત્રણ માટે. (૧) રોપણી વખતે ઘરૂના પાનની ટોચ કાપી નાંખી રોપણી કરવી. (૨) દાણાદાર કીટનાશક દવાઓ જેવી કે કાર્બોફયુરાન ૩જી (૬ થી ૭ કિ.ગ્રા./વિઘું) અથવા ફોરેટ ૧૦જી (૨.૫ કિ.ગ્રા./વિઘું) અથવા કારટેપ ૪જી (પ કિ.ગ્રા./વિઘું) રેતી સાથે મિશ્ર કરી પાણી નિતાર્યા બાદ આપવી. (૩) મોનોક્રોટોફોસ ૩૬ ડબલ્યુએસસી (૦.૭૫ કિ.સ. તત્વ/હે), ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. (૦.૫૦ કિ.સ.તત્વ/હે) અને એસીફેટ ૭૫ એસપી (૦.૫ કિ.સ.તત્વ/હે) પૈકી કોઈ પણ એક કીટનાશક દવાનો વીઘા દીઠ ૭o-૮૦ લીટર દ્રાવણનો છટકાવ કરવો.

(૨) સફેદ પીઠવાળાં યુસિયાં ઃ

આાનાં બચ્ચાં અને પુખ્ત, છોડના થડમાંથી રસ ચૂસે છે. પરિણામે છોડ ધીમે ધીમે સૂકાવા માંડે છે, છોડના પાન પીળાશ પડતાં બદામી અથવા ભૂખરા રંગના થઈ છેવટે સુકાઈ જાય છે. આના નિયંત્રણ માટે ગાભામારાની ઈયળ માટે સુચવેલ દાણાદાર દવાઓ વાપરી શકાય. આ સિવાય,

મોનોક્રોટોફોસ-૩૬ % (૦.૩૭૫ કિ .સ.તત્વ / હે.) + ડી.ડી.વી.પી.-૭૬ ઇ.સી. (૦.૨૫ કિ.સ.તત્વ/હે.), ટ્રાયઝોફોસ ૪૦ ઈ.સી. (૦.૫૦ કિ.સ.તત્વ/હે.) અને એસીફેટ-૭૫ એસ.પી. (૦.૫ કિ.સ.તત્વ/હે.) પૈકી કોઈપણ એક કીટનાશક દવાનો છટકાવ કરવો.

સમયસરની કાપણી :

ઉનાળું ડાંગરનો પાક મે માસમાં પાકી જાચ કે તરત જ કાપણી કરી દેવી જોઈએ, દાણા પાકટ થાય પછી જો ડાંગરનો પાક ખેતરમાં ઉભો રહેવા દેવામાં આવે તો કાપણી સમયે પુળા સૂકાવા દઈ ગંજી કરી દેવા અથવા તરત જ ઝૂડી લેવા. જો પાથરા વધુ સમયે તાપમાં રહેવા દેવામાં આવે તો ચોખા કાઢતી વખતે કણકીનું પ્રમાણ વધી જાય છે તથા ચોખાનો ઉતાર ઓછો આવે છે.

ઉનાળુ ડાંગરનું ઉત્પાદન વધારવા અંગેના ચાવી રૂપ મુદાઓ

દક્ષિણ ગુજરાત અને મધ્યમ ગુજરાતના કેનાલ પિયત વિસ્તારમાં ઉનાળુ ડાંગરની ખેતી થાય છે. ઉત્પાદન વધારવાના ચાવીરૂપ મુદાઓ નીચે પ્રમાણે છે.

(૧) ઉનાળુ ઋતુમાં ગુર્જર ત્યાર પછી અનુક્રમે જી.આ. ૧૦૩, જયા અને જી.આર. ૧૧ નો વાવેતર માટે ઉપયોગ કરવો.

(૨) ફૂગજન્ય રોગોના નિયંત્રણ માટે બીજને પારાયુકત દવાનો (એમીસાન/થાયરમ/૩ ગ્રા./કિલો) પટ આપવો તથા સુકારા જેવા રોગના નિયંત્રણ માટે ૨૪ લીટર પાણીમાં ૬ ગ્રામ સ્ટેટ્રપ્ટોસાયકલીન અને ૧૨ ગ્રામ પારાયુકત દવા (એમીસાન) ના મિશ્રણમાં ૧૦ કલાક બોળી કોરા કરી વાવવું.

(૩) ધરૂવાડીયું ૨૪ મી નવેમ્બર થી ૧૦ મી ડિસેમ્બર સુધીમાં નાખવું. ધરૂવાડીયાને સળંગ પોલીથીનની ચાદર અથવા ડાંગરનું પરાળ અથવા કંતાનથી શરૂઆતના ૬ થી ૮ દિવસ ઢાંકો. આ ઢાંકણ સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી કાઢી નાંખવું. આમ કરવાથી ધરૂ ૩૦-૩૫ દિવસમાં તૈયાર થશે. ધરૂવાડીયું ર્નિદણ મુકત રાખો, જો ઝીંક કે લોહ તત્વની ઉણપ જણાય તો ઝીંક સલ્ફેટ/ફેરસ સલ્ફેટ આપવું. ૧૦ લીટર પાણીમાં ૪૦ ગ્રામ ફેરસ+૨૦ ગ્રામ ચુનાનું દ્રાવણ બનાવી છાંટવું. ઝીંકની ઉણપ જણાય તો ૦.૪% ઝીંક સલ્ફેટ છાંટવું.

(૪) શણ યા ઈકકડનો લીલો પડવાશ ખેતરમાં અવશય કરવો. અથવા હેકટર દીઠ ૧૦ ટન સારૂ કહોવાયેલું છાણિયું ખાતર અથવા ૧ ટન દિવેલી ખોળનો ઉપયોગ કરવો.

(પ) ઉનાળુ ઋતુમાં ડાંગરની રોપણી માટે ઘરૂ નાંખવું, અને તે પછી રોપણી કરવી તેના કરતાં ફણગાવેલ બીજને ઘાવલ કરેલ કચારીમાં હેકટરે ૬૦ કિલો દરથી પુંખવા અથવા સીધી વાવણી ડિસેમ્બર માસના પ્રથમ પખવાડીયામાં કરવી ઉત્તમ છે જેનાથી ફેરરોપણી કરતાં ૨૫ થી ૩૦% જટલી વધુ ચોખ્ખી આવક મળે છે આ માટે ખાસ કાળજી ર્નિદણની રાખવી જરૂરી છે જેથી ફણગાવેલ બીજ પુંખ્યા બાદ ૭-૧૦ દિવસે બુટાકલોર/બેનથીઓોકાર્બ નો ૧.૫ થી ૨ કિલો સક્રીય તત્વ પ્રતિ હેકટર પ્રમાણે છટકાવ કરલો જરૂરી છે,

(૬) ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડીયામાં (૧૦મી ફેબ્રુઆરીની આસપાસ) પo થી ૫૫ દિવસનું ધરૂ સાંકડા ગાળે ૧૫ સે.મી. x ૧૫ સે.મી. ના એક થાપણે ૨ થી ૩ છોડ (રોપા) રાખી ફેરરોપણી કરવી, ધરૂના મુળને એઝોસ્પીરીયમ કે એઝેટોબેકટરના દ્રાવણમાં બૉળીને રોપવાથી ૨૫% થી ૩૫% નાઈટ્રોજનની બચત થાય છે.

(૭) ઉનાળુ ઋતુ માટે હેકટરે ૧૨૦ કિલો નાઈટ્રોજન ત્રણ હપ્તામાં એટલે કે પાયામાં (પ૦%), ફૂટ વખતે (૨૫%) અને જીવ પડતી વખતે (૨૫%) આપવું. એકાદ હપ્તામાં નાઇટ્રાજન એમો. સલ્ફેટના રૂપમાં આપવું જેથી સલ્ફરની જરૂરિયાત સંતોષાય છે અને ઉત્પાદન સારૂં મળે છે. જે જમીનમાં જમીનના પૃથ્થકરણના આધારે ફોસ્ફરસ ઓછો જણાતો હોય ત્યાં ફોસ્ફરસ હેકટરે પo કિલો મુજબ આપવો.

(૮) એક થી બે વખત હાથથી નિંદણ કરો. મજુરની તંગી હોય ત્યારે નિંદણનાશક દવા બુટાકલોર સક્રિય તત્વ ૧.૨૫૦ કિલો અથવા બેન્ડથીઓકાર્બ ૧.૦૦૦ કિલો સક્રિય તત્વ/હે., પoo લીટર પાણીમાં ઓગળી રોપણી પછી ૪ દિવસે છટકાવ કરવો.

(૯) મુખ્ય જીવાતોના નિયંત્રણ માટે નીચે જણાવેલ પગલા લેવા, ગાભમારાની ઈયળ માટે કાર્બોફયુરાન ૩ જી ૨૫ કિલો/હે, અથવા કેલકાન ૪ જી ૨૦ કિલો/હે. રોપણી બાદ ૨૫ અને ૪૫ દિવસે અથવા એન્ડોસલ્ફાન ૩પ ઈ.સી. ૧o લીટર પાણીમાં ૨૧ મી.લી. નો છંટકાવ કરવો. સફેદ પીઠવાળા ચૂસિયા માટે મોનોક્રોટોફોસ ૩૬ ઈ.સી. + ડી.ડી.વી.પી. ૭૬ ઈ.સી. અથવા એસીફેટ ૭૫ એસ.પી. અથવા ટ્રાયઝોફોંસ ૪૦ ઈ.સી. અથવા ઈમીડાકલીપ્રીડ ૦.૦.૦૫% અથવા ફેનોબુકાર્બ ૦,૦૭૫%નો છંટકાવ કરવો,

(૧૦) ડાંગર ઝુડવા માટે થ્રેસરના ઉપયોગથી ખર્ચ ઘટે છે મજુરોની તંગીમાં સમયસર ઓછા ખર્ચે ઝુડણી થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here