અંકલેશ્વર : ઝગડીયાના મુલદ ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા લાલ કેળાની ખેતી કરી મબલખ પાક મેળવ્યો છે. દક્ષિણ ભારતમાં થતી ખેતીને જમીનની અલગ અલગ ફળદ્રુપતા વચ્ચે સફળ ખેતી કરી નવો ચીલો ચીતર્યો છે.

નર્મદા નદીના કિનારે જમીન ફળદ્રુપતા સાથે ખેડૂતનો નવતર અભિગમ અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યો છે. રાસાયણિક ખાતરથી મુક્ત દેશી ખાતરથી ખેતી કરીને લાલ કેળા ઉપજ પણ સારી અને ભાવ પણ સારો મળ્યો છે.

દક્ષિણ ભારતની લોકપ્રિય જાતિ લાલ કેળાની ખેતી કરી

નર્મદા કાંઠાની કેળાની ખેતી માટે અનુકૂળ જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ઝગડિયા તાલુકાના મુલદ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે દક્ષિણ ભારતની લોકપ્રિય જાતિ લાલ કેળાની ખેતી કરી સારું ઉત્પાદન, સારું બજાર અને સારા ભાવ મેળવ્યા છે, માત્ર દક્ષિણ ભારતમાં જ જોવા મળતા લાલ કેળાની ગુજરાતમાં સફળ ખેતી કરી ઝગડિયા તાલુકાના મુલદ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂત ભરત પટેલે કમાલ કરી છે.

નર્મદા કાંઠાની ફળદ્રુપ અને કાંપવાળી જમીન પર રાસાયણ મુક્ત રીતે સફળ ખેતી કરી

કાંઠાની ફળદ્રુપ અને કાંપવાળી જમીન ઉપર રાસાયણ મુક્ત રીતે સફળ ખેતી કરી છે. ભરત પટેલે 4 એકર જમીનમાં 6૦૦૦થી વધુ લાલ કેળાના રોપાઓનું વાવેતર કરી પોષણ અને કીટકોથી બચાવવા ગૌમૂત્ર અને ઓર્ગેનિક ખાતર આપ્યું હતું.

એક વર્ષની મહેનત બાદ લાલ કેળાનું બમ્પર ઉત્પાદન થયું છે જે વેચવા માટે ભરત પટેલે બજારમાં વેપારીઓને ન વેચી સીધું વેચાણ કરાવી સારો અને મબલક નફો મેળવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here