ઉનાળાની શરૂઆત થતાની સાથે જ શાકભાજીના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. જો શાકભાજીના ભાવ આ રીતે જ રહ્યો તો તમારા થેલી અથવા તો ફ્રિજમાંથી ચોક્કસથી લીલા શાકભાજી ગાયબ થઇ જશે. ઉનાળુ શાક ગુવાર અને ચોળી તો અતિશય મોંઘા થઇ ગયા છે. 200 રૂપિયા કિલો વેચાતા ગુવાર અને ચોળી સામાન્ય વ્યકિત સો ટકા ખરીદતા વિચારે. દરેક ઘરમાં લગભગ અઠવાડિયામાં 1-2 વખત બનતા ભીંડાએ પણ 100 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે.

છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પણ શાકભાજીના ભાવમાં 100% ઉછાળો આવ્યો હોવાનું કહી રહ્યા છે. મોટાભાગના શાકભાજી ઊંચી કિંમતે વેચાઈ રહ્યા છે ત્યારે એકમાત્ર એકમાત્ર બટાકા જ એવા છે જે સૌ કોઇ ખાઇ શકે. જી હા બટાકા 20-25 રૂપિયા કિલોમા મળે છે. નિષ્ણાતો અનુસાર, આ મોંઘવારીના કારણે શાકભાજીની આવકમાં 50% ઘટાડો થયો છે. એક તો ઉનાળાની શરૂઆત મોડી થઇ છે તો બીજી તરફ ખેડૂતોને ઉત્તર ભારતમાં શાકભાજીના વધારે સારા મળતા હોવાથી તેઓ શાકભાજી ત્યાં વેચી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here