બજારમાં બદલાતી પરિસ્થિતિ અને વધારે ઉપજને લીધે પાછલા વર્ષ કરતા આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને 42 અબજ રૂપિયાનું નુકસાન કર્યું છે. (4200 crores loss)

કેન્દ્ર સરકારે કૃષિ મંત્રાલયના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં કૃષિ બજાર ઉત્પાદન સમિતિ હેઠળ લગભગ 13.22 લાખ ટન ડૂંગળી 13,760 રૂપિયા પ્રતિ ટનના ભાવે વેચાઇ છે. આ પ્રકારે, ડિસેમ્બર મહિનામાં 13,310 રૂપિયા પ્રતિ ટનના હિસાબે કુલ 11.10 લાખ ટન ડૂંગળી વેચવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, 2017માં ખેડૂતોને મળેલા ડુંગળીના ભાવ આ વર્ષે 61 % ઘટી ગયા છે.

દેશના લગભગ 30 % ડુંગળીનું ઉત્પાદન મહારાષ્ટ્ર રાજ્ય કરે છે અને ત્યાં આ વર્ષે ભાવ ઘણો ઘટ્યો છે. અહીં, 5180 રૂપિયા પ્રતિ ટનના ભાવે ડુંગળી વેચાઇ છે જે પાછલા વર્ષની સરખામણીમાં 80 %  ઓછો છે.

કિંમતો ઘટવાનું એક કારણ એ હોઇ શકે કે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં આ વર્ષે ડૂંગળીનું ઉત્પાદન 12.48 % વધારે થયુવં છે. 210 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય તેવું અનુમાન હતું પરંતુ તેની સામે 236 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થયું છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here