શાંતિદાસ સાધુના જણાવ્યા મુજબ ગામના વયોવૃદ્ધો ના જણાવ્યા મુજબ 35 વર્ષ અગાઉ દુષ્કાળના કપરા સમયમાં આ રણમાં પાણીના ઝરા નીકળ્યા હતા. ત્યાર પછી આવી બીજી વાર ચમત્કારિક ઘટના જોવા મળી છે.આ કુદરતી ચમત્કાર જોઈ મંગળવારના રોજ સવારે ચાંદરણી અને બાબરીના ગ્રામજનોએ વાગતા ઢોલે બે ટ્રેક્ટર ભરી મીઠા પાણીના વધામણા કર્યા હતા અને ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવી હતી.

હાલમાં ગામના લોકો પોતાના ઢોરને પાણી પાવા બે કિલોમીટર દૂર લઈને જય છે. એવામાં કચ્છનું આ મીઠું પાણી ઢોર માટે આશીર્વાદ રૂપ બની રહ્યું છે. લોકોએ ઘેટાં-બકરા સાથે લઇ જઈને આ મીઠા ઝરાના વધામણાં કર્યા છે

દુષ્કાળના કપરા સમયમાં “ખારા સમુદ્રમાં મીઠીવીરડી” સમાન પાણીના ઝરા સાબિત થયા છે.

સમી તાલુકાના ગોધાણા બાબરી અને ચાંદરણી ગામની દક્ષિણ દિશામાં આવેલા વેરણ ખારા રણમાં કુદરતી મીઠું પાણીના ઝરા વાટે મીઠું પાણી નીકળતા આજુબાજુના ગ્રામજનો આશ્ચર્યચકિત થઈ જવા પામ્યા છે.

બાબરી ચાંદરણી ગ્રામજનોએ ટ્રેક્ટરો માં બેસી જઈ નીકળતા પાણી ના ઝરા ઓના વહેણને વધામણા કરી ધ્વજારોહણ કરી પાણીના વધામણા કર્યા હતા. દુષ્કાળના સમયમાં ગામમાં લોકોને મીઠું પાણી મળતું નથી ત્યારે કુદરતી પાણી પશુઓ માટે આશીર્વાદ રૂપ સમાન થયું છે.

મોદી સરકારની નવી યોજના “કિસાન સમ્માન નિધિ યોજના”- તમામ ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયાનો લાભ મળશે, પેન્શન યોજના પણ શરૂ થશે-વાંચો અહીં ક્લિક કરો

સમી તાલુકાના રણકાંઠાવાળા વિસ્તારમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. પશુઓ માલઢોર પાણી અને ઘાસચારા માટે તડપી રહ્યા છે. ત્યારે તાલુકાના ગોધાણા બાબરી અને ચાંદરણી ગામથી કચ્છના નાના રણમાં છેલ્લા એક સપ્તાહથી પાણીના ધીમા ધીમા ઝરા નીકળી રહ્યા છે .

રોજના બજારભાવ અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here