આકરી ગરમીની સાથે સાથે દિવસે 8 થી 10 કિલોમીટરની ઝડપે ફુંકાતાં ગરમ પવનોની અસર પણ મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર જોવા મળતી હોય તેમ કરફ્યુ જેવો માહોલ અનુભવવા મળી રહ્યો છે. અસહ્ય ગરમીનો સામનો
કરી રહેલાં નગરજનો મોડી સાંજે બગીચાઓ ઉમટી પડતાં હોય છે. તો દિન પ્રતિદિન વધી રહેલી ગરમીના પગલે તંત્ર દ્વારા પણ શહેરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નગરજનોને પણ સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત રહેવાની સુચનાઓ પણ આપવામાં આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી મોટાભાગના શહેરમાં ગરમી આક્રમક બની હોય તેવા વાતાવરણનો સામનો લોકો કરી રહ્યાં છે. ત્યારે દિનપ્રતિદિન ગરમીના પારામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. જેના પગલે આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેમ મહત્તમ તાપમાનમાં પણ વધી રહ્યું છે. સીઝનનો સૌથી ગરમ દિવસનો સામનો નગરજનોને કરવો પડયો હતો. વહેલી સવારથી જ મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં સાંજે 44 ડિગ્રીએ આવીને અટકી જતાં તેની અસર શહેર ઉપર પણ જોવા મળી હતી . તો દિવસ દરમિયાન ભેજના પ્રમાણમાં થયેલાં ઘટાડાના પગલે ગરમીએ પણ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું હતું. નગરજનો પણ અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં.

હવામાન વિભાગના અંદાજ પ્રમાણે જ ચોમાસાનું આગમન થઈ ગયું છે. તેલંગાણાના હૈદરાબાદમાં ચોમાસોનો વિધિવત પ્રારંભ થયો છે. વરસાદ પડતા જ ખેડૂતોને રાહત થઈ છે. મોડી સાંજે હૈદરાબાદમાં જોરદાર વરસાદ શરુ થયો હતો. વરસાદના આગમન સાથે જ લોકોને ગરમીમાં રાહત પહોંચી હતી. ચોમાસુ તેના નિયત સમય કરતાં બે’ક દિવસ આગળ છે અને ધીમેધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે 12મી જુનની આસપાસ ચોમાસુ ગુજરાતમાં ટકોરા મારી દે તેવી શકયતા છે.

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, જુન 3થી 7 ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે તો તારીખ 7 પછી ઉ,ભારતમાં ગરમી વધવાની પણ આગાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ચુરૂ પ્રદેશમાં ગઇકાલનું તાપામાન 48.9 ડિગ્રી નોંધાયું હતું. ત્યારે અંબાલાલ પટેલના મતે જુન 10 સુધીમાં દક્ષિણ ભારતમા કેરળના ભાગોમા અતિભારે વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેના જણાવ્યા મુજબ 8 જુન સુધીમાં કેરળમાં વરસાદ થશે તો દ,મહારાષ્ટ્રના ભાગો મુંબઇના ભાગોમાં ભારે વરસાદ થશે તો ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફુંકાય તેવી આગાહી કરવામાં આવી હતી.
ગુજરાતના વરસાદનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, જૂનના છેલ્લા સપ્તાહથી જુલાઇની શરૂઆતમાં દ.ગુજરાતના ડાંગ, વલસાડ ,આહવા અને અન્ય ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના દરિયાકિનારે પોરબંદર, જુનાગઢ, અમરેલી વગેરે ભાગોમાં ચોંમાસુ વરસાદ થાય તો જુલાઇના બીજા સપ્તાહથી ઉ. ગુજરાત,મધ્ય ગુજરાતના ભાગોમાં ચોમાસુ વરસાદ પડી શકે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here