પુલવામામાં CRPF જવાનો પર હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી વ્યાપી ગઇ છે. આ રોષનો અસર હવે બન્ને દેશોની વ્યારીક સબંધો પર દેખાઇ રહી છે. ભારતથી પાકિસ્તાનમાં મોકલવામાં આવતી વસ્તુઓમાં કમી જોવા મળી રહી છે. કેટાલાય વેપારીઓ અને ખેડૂતોએ પાકિસ્તાનમાં પોતાનો સામાન મોકલવાનું બંધ કરી દીધું છે.

વાસ્તવ માં, પુલવામા હુમલા પછી ભારત અલગ-અલગ રીતે પાકિસ્તાન ને ઘેરી રહ્યું છે, જેમાં વ્યાપારિક સંબંધ પણ શામેલ છે. ઘણા ટ્રેડર્સ અને ખેડૂતો એ પોતાનો માલસામાન પાકિસ્તાન મોકલવા ની ના પાડી દીધી છે. જે સમાન પાકિસ્તાન નિકાસ કરવા માં આવતું હતું હવે એના ઉપર સરકારે દેશ એ સ્ટેમ્પ ડ્યુટી ને ૨૦૦ ગણી વધારી દીધી છે. બતાવી દઈએ કે, મધ્યપ્રદેશ ના ખેડૂતો એ નક્કી કરી લીધું છે કે કોઈપણ સ્થિતિ માં એ ટામેટા પાકિસ્તાન નહીં મોકલે. પરિણામ થયું કે પાકિસ્તાન માં ટામેટા ની કિંમત વધી ગઈ. આ વાત ની જાણકારી સાઉથ એશિયા ના એક પત્રકારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આપ્યુ.

પાકિસ્તાનમાં નિકાસ કરવામાં આવતી વસ્તું પરની કસ્ટમ ડ્યુટીમાં 200 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ભારતના ખેડૂતોએ પોતાની પેદાશો પાકિસ્તાન મોકવાની ચોખ્ખી ના કહી દીધી છે. મધ્યપ્રદેશના ખેડૂતોએ પોતાના ટામેટા પાકિસ્તાનમાં મોકલવાની સ્પસ્ટ ના કહેતા જણાવ્યું હતું કે અમારા ટામેટા સડી જાય તો ચાલસે પણ પાકિસ્તાન તો નહીં જ મોકલીયે. સાઉથ એશીયાની એક પત્રકારે પોતાના ઓફીશિયલ ટ્વીટર અકાઉન્ટ પરથી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ભારતના ખેડૂતોની મનાઇના પગલે પાકિસ્તાનમાં ટામેટાનો ભાવ આસમાને પહોંચી ગયો છે.

પાકિસ્તાનના મુખ્ય શહેર લાહોરમાં ટામેટાનો ભાવ 180 રૂપિયા પ્રતિ કીલો થઇ ગયો છે, જ્યારે ભારતમાં 10 રૂપિયે કીલો ટામેટા મળે છે. આઝાદપુર માર્કેટ પાકિસ્તાનને સૌથી વધારે ફળ-શાકભાજી સપ્લાય કરે છે, જેના કારણે વેપારીઓએ પોતાનો માલ ત્યા મોકવાનો ફેંસલે કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અટારી-વાઘા બોર્ડરથી આશરે 80-100 ટામેટાના ટ્રક પાકિસ્તાન જતા હતા જે પુલવામામાં થયેલા હુમલા બાદ બંધ કરી દેવામાં  આવ્યા છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં ટામેટા ઉપરાંત બીજા શાકભાજી પણ મોંઘા થયા છે.

પાકિસ્તાનના શાકભાજી માર્કેટમાં બટાકાના ભાવમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનમાં પહેલા બટાકા 10-12 રૂપિયે કીલો મળતા હતા જે અત્યારે વધીને 30-35 રૂપિયે કીલો મળી રહ્યા છે, ઉપરાંત કાકડી અને તુરીયા 80 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાઇ રહ્યાં છે.

રોજના અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here