નવા શૈક્ષણિક વર્ષ જુન-ર૦૧૯ ના ૧૦ જુનથી શરૂ થતી શાળાઓ પહેલા વાલીઓના વાર્ષિક બજેટ પર મોટી અસર પડી છે. ઘણી શાળાઓએ ફીમાં બેફામ વધારો કર્યો છે તો બીજી તરફ ધોરણ-૧૦ અને ૧ર ના વિજ્ઞાનપ્રવાહનાં પુસ્તકોમાં ૩૦૦ ટકા જેટલો તોતિંગ વધારો થયો છે, જયારે ધોરણ-૧ થી ૧રનાં પાઠય પુસ્તકોમાં પણ ૮૦ થી ૧૦૦ ટકા સુધીનો બેફામ વધારો કરી દેવામાં આવતા વાલીઓ પર વધુ એક બોજ આવ્યો છે.

ધોરણ-૧ર સાયન્સ અંગ્રેજી માધ્યમના પુસ્તકોના ભાવ ૮૦ ટકા સુધી વધ્યા છે, જયારે ધોરણ-૧૦ ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમનાં ગણિત-વિજ્ઞાનના પુસ્તકોનો ભાવ પ૦ ટકા વધ્યો છે. હજુ તો આ પુસ્તકો બજારમાં પહોંચ્યા નથી. નવાં પુસ્તકો જે આવ્યાં છે તેમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાનના કુલ મળી ભાવ રૂ.૯૩૭ થયા છે.

જ્યારે ધોરણ-૯ના નવાં પુસ્તકો આવ્યાં છે તેમની  કિંમત પણ વધારે છે, જેમાં હાલ ચાલતાં પાઠય પુસ્તકોની કિંમત રૂ. ૧૧ર છે તેની નવા પુસ્તકની કિંમત રૂ.ર૭૬ કરાઇ છે, જયારે વાણિજયના મુળ તત્વોની કિંમત અત્યારે ચાલતા પુસ્તકની કિંમત રૂ.પ૩ છે તેની કિંમત વધારીને રૂ.૧૪૩ ચુકવવી પડશે. ધોરણ-૯માં જ વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેકિટસ અકિલા નવા પાઠયપુસ્તકની કિંમત હાલ રૂ.૭૬ છે તેે વધારીને ૧પ૩ કરાઇ છે.

આમ, આ ત્રણ વિષયનાં પુસ્તકો જુના ભાવે ખરીદો તો રૂ.ર૪૧ થતા હવે નવાં પુસ્તકો માટેરૂ.પ૭ર ચુકવવા પડશે. આમ, ધોરણ-૧ થી ૧ર સુધીમાં સરેરાશ અકીલા ૮૦ ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે ધોરણ-૧૦ અને ૧રના પાઠય પુસ્તકોના ભાવ વધવાની સાથે જે ખાનગી પ્રકાશનોએ પણ ધોરણ-૧ થી ૯ નાં પુસ્તકોના ભાવ વધારી દીધા છે.

ધોરણ-૧૦ નાં પુસ્તકોમાં વિજ્ઞાનના ભાવ ૮૯ ના ૧૪૯, ગણિતના ૯૧ ના ૧ર૬, જીવવિજ્ઞાન ભાગ-૧ના પપના ૧પ૩, ભાગ-રના રૂ.૭૬, રસાયણ વિજ્ઞાન ભાગ-૧ના ૮૪ના ૧પ૩, ભાગ-રના ૯૭ના ૧૦૪, ભૌતિક વિજ્ઞાન ભાગ-૧ના ૯રના ૧પ૩, ભાગ-રના ૯૭ના ૧પ૩, ગણિત ભાગ-૧ના ૯૪ના ૧૦૪ અને ગણિતના ભાગ-રના ૯૪ના ૧૧૭ રૂપિયા કરવામાં આવ્યા છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here