હાલમાં ગુજરાત સરકારનું નવું બજેટ બહાર પડ્યું છે. તેમાં સરકારે ઘણી સહાય યોજનાઓની રજૂઆત કરી છે. દીકરીના ભણતર માટેની સહાય, ખેડૂતો માટે સહાય, લોકો માટે મકાન ની સહાય વગેરે જેમાં સરકારે એક યોજના બનાવી છે જેમાં સરકાર મકાન રીપેર કરવા માટે આપશે સહાય.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નવા મકાન -ફ્લેટની ખરીદી ઉપર હાલમાં  અરજદારને 2.67 લાખની સબસીડી આપવામાં આવે છે. હવે તે જ તે જ રીતે જુના મકાનમાં રિનોવેશન કરવા માટે કે કાચા મકાનને પાકું બનાવવા માટે અરજદારે લીધેલી લોન ઉપર સરકાર તરફથી સબસિડીનો લાભ મળવા પાત્ર છે જેની મોટા ભાગના અરજદારોને જાણકારી હોતી નથી.

કેન્દ્ર સરકાર જે રીતે નવા મકાનની ખરીદી ઉપર ઉપર વ્યાજ સહાય આપે છે તે જ રીતે આ લોન પર પણ સબસિડીની સહાય હાઉસિંગ ફોર ઓલ મિશન હેઠળ આપવામાં આવે છે.જો કે તેના માટે અરજદાર ને જે તે અધિકૃત બેક ,હાઉસિંગ ફાઇનાન્સ કંપની કે સહકારી બેકમાં જરૂરી પુરાવાઓ રજૂ કરવા પડશે. તેમજ જયારે અરજદાર લોન લે ત્યારે ક્રેડિટ લિઁક સબસીડી યોજના (CLSS)નો લાભ લેવા ઈચ્છે છે તેવું સ્પષ્ટ પણે અરજીમાં જણાવવાનું રહેશે. નાણાકીય સંસ્થાઓ તેમજ અરજદારની વ્યાજ સહાયની માગણીની  પાત્રતા જે તે બેક દ્વારા ચકાસવામાં આવે છે. ત્યાર બાદ દર મહિનાના અંતે નેશનલ હાઉસિંગ બૅક અરજીને મજૂરી માટે હુડકોને મોકલશે.

અરજદાર માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની નિયત પદ્ધતિ ને અનુસરીને તે જ મુજબ સબસિડીની રકમ તેના ખાતામાં જમા થશે. અરજદારને સમિતિ દ્વારા એક વાઉચર અથવા સર્ટિફિકેટ આપવામાં આવશે. અરજદારે આ સર્ટિફિકેટ બેકમાં રજૂ કરવાનું રહેશે જેના આધારે અરજદારના ખાતામાં વ્યાજ સહાય ની રકમ જમા થશે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો આવી જ નવી નવી પોસ્ટ મેળવવા માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો Like & Follow our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here