છેલ્લા કેટલાક વર્ષોથી કપાસના પાકમાં જીંડવામાંથી રસ ચૂસનારા છૂંદાનો ઉપદ્રવ વધી રહ્યો છે. કપાસના પાકમાં જીંડવામાંથી આ ફંદા રસ ચૂસીને નુકસાન કરે છે તેવું અગાઉ પણ સાહિત્યમાં પ્રસિદ્ધ થયેલ છે પરંતુ તેનું નુકસાન કપાસના પાક પર આજદિન સુધી નહિવત હોવાથી તેના વ્યવસ્થાપન અંગેની સંશોધન આધારિત ભલામણ કપાસના પાકમાં થયેલ નથી. સાહિત્યમાં પ્રસિદ્ધ થયેલ આ ફંદાના વ્યવસ્થાપન માટે અન્ય ફળપાકોમાં થયેલી ભલામણોના આધારે કપાસ ઉગાડતા ખેડૂતોને પ્રાથમિક જાણકારી મળી રહે તે હેતુસર આ લેખમાં માહિતી દર્શાવેલ છે જે દરેક ખેડૂતમિત્રોને ઉપયોગી નીવડશે.

ફળમાંથી રસ ચૂસનારા ફંદાની ઓળખ કેવી રીતે કરશો

આ જીવાતના ફંદા મોટા કદના (૮ થી ૧૦ સેમી. પાંખનો ઘેરાવો) અને નારંગી બદામી રંગના શરીરવાળા હોય છે. તેની આગળની પાંખો ઘાટી ભુખરી અને લીલા ડાઘાવાળી તેમજ સફેદ લાઈનોવાળી હોય છે જ્યારે પાછલી પાંખો નારંગી અને બીજના ચાંદ જેવા (અર્ધ વર્તુળાકાર) કાળા તેમજ સફેદ ટપકાંવાળી હોય છે. તેની ઈયળ બદામી રંગની અને કાળા તેમજ સફેદ ટપકા (ચટાપટ્ટા) વાળી હોય છે, જે શેઢા પરના વેલાવાળા (ગળો અને વેવડી) પાકો ઉપર નભે છે.

ફળમાંથી રસ ચૂસનાર ફૂંદાનું જીવનચક્ર ચાર અવસ્થામાં વહેંચાયેલું જોવા મળે છે, ઈંડા, ઈયળ, કોશેટા અને ફૂદાં. આ ફંદાની પ્રજાતિઓ મોટાભાગે એરીથ્રીના (દા.ત. ટિનોસ્પોરા અને કોક્યુલસ) અને મેનીસ્મરીમસી (ગળો અને વેવડી)ના પાન પર ગોળ પારદર્શક આછા લીલા રંગના ઈંડા મૂકે છે ઈંડામાંથી નીકળતી ઈયળ આકર્ષક કાળાભુરા રંગની હોય છે જે ચાર વખત કાચળી ઉતારી સંપૂર્ણ વિકસિત ઈયળમાં ફેરવાય છે.

ફળમાંથી રસ ચૂસનાર દાઓ મુખ્યત્વે ફળપાકોમાં નુકસાન કરતા જોવા મળે છે. આ ફૂંદાના મુખાંગો લાંબા અને મજબૂત હોવાથી પાકતા કે પાકેલા ફળોની સખત છાલમાં સરળતાથી પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે.

આ કુંદાઓ સૌ પ્રથમ ફળની છાલમાં કાણું પાડીને ફળનો રસ ચૂસે છે જેથી ફળ નરમ અને મૃદુ બની જાય છે. ફળોમાં આ ફૂદાઓ દ્વારા નુકસાન થાય છે તે સીધા ફળો ખાવાથી નથી થતું પરંતુ આડકતરી રીત ફળમાં આ ફૂદાઓ જે જગ્યાએ નુક્સાન કરે છે તે જગ્યાએ ફૂગ અને જીવાણુનો ચેપ લાગે છે જેના પરિણામે ફળોમાં રોગ પેદા થાય છે. સામાન્ય રીતે આ ફૂદાં પાકતા કે પાકેલા ફળોને નુકસાન કરતા હોય છે, પરંતુ જો આ જીંદાઓની સંખ્યા વધારે હોય તો તે લીલા અપરિપક્વ (પાકેલા ન હોય તેવા) ફળોને પણ નુકસાન કરવાની ક્ષમતા ધરાવે છે. આવા નુકસાન પામેલ ફળો વહેલા પાકી જય છે અને ખરી જાય છે.

જીવાત નિયંત્રણ

  1. સંધ્યાકાળથી મધ્યરાત્રી દરમ્યાન કીટક પકડવાની જાળી અને બેટરીનો ઉપયોગ કરી આવા ફૂદાં પકડી તેનો નાશ કરવામાં આવે તો ખૂબ જ અસરકારક નિયંત્રણ કરી શકાય. આ કાર્ય સામૂહિક ધોરણે કરવામાં આવે તો વધુ અસરકારકતા મેળવી શકાય.
  2. આ ફૂદાંની ઈયળ શેઢા-પાળા પરના વેલા (ગળો અને વેવડી) પર નભતી હોવાથી આ યજમાન વેલાઓનો નાશ કરવો.
  3. આ જીવાત રાત્રિ દરમ્યાન (નિશાચર) નુકસાન કરતી હોવાથી સંધ્યાકાળે કપાસના ખેતરની આજુબાજુ ધૂમાડો કરવો.
  4. આ ફૂદાંઓ ટામેટાના છોડ તરફ વધારે આકર્ષિત થતા હોવાથી પિંજર પાક તરીકે વાવેતર કરી તેની વસ્તી ધટાડી શકાય.
  5. વિષ પ્રલોભિકા (૧ કિ.ગ્રા. ગોળ + વિનેગાર અથવા ફળનો રસ ૬૦ મિ.લિ. + ર૦ મિ.લિ. ડાયકલોરોવોસ ૭૬ ઈસી + ૧૦ લિટર પાણી) નો પ00 મિ.લિ. જો એક પહોળા પાત્રમાં લઈ એક હેકટરના પાકમાં જુદી જુદી ૪૦ થી પ૦ જગ્યાએ મૂકવાથી આ ફૂદાંનું અસરકારક નિયંત્રણ થઈ શકે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો આવી જ નવી નવી પોસ્ટ મેળવવા માટે અમારા ફેસબૂક પેજને લાઈક કરો Like & Follow our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here