સુરત સરથાણામાં તક્ષશિલા આર્કેડ અગ્નિકાંડને લઇને શ્રદ્ધાંજલિ સાથે સેવાની શરૂઆત કરાઇ છે. જેમાં સુરતની અલગ અલગ 350 જેટલી સંસ્થાઓ સેવાકાર્ય માટે જોડાઈ છે. આગ જેવી ઘટનાઓ તેમજ અન્ય દુર્ઘટનાઓના સમયે 350 જેટલી સંસ્થાઓના 25 હજાર જેટલા સભ્યો સેવા કાર્ય કરશે.

જયારે બીજી બાજુ આ મૃતકોને શ્રધ્ધાંજલી અર્પવા સુરતમાં ૫ વર્ષની બાળાએ રોઝા રાખ્યા હતા. સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારી 22 લોકોના ભોગ લેનારી સુરતની આગની ઘટના જોઈ નાનકડી શિફા પણ દુઃખી છે .

શિફા નામની ૫ વર્ષની બાળાએ રમઝાન મહિનામાં ૨૭માં રોઝાનું ખૂબ જ મહત્વ હોય છે તે રોઝા રાખીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

સુરતના ચોક બજાર વિસ્તારમાં રહેતા મોઈન શેખની દીકરી શિફા હજુ તો કેજીમાં ભણે છે. ગયા વર્ષે પણ તેણે મમ્મી-પપ્પા સમક્ષ ૨૭મો રોઝા રાખવાની ઈચ્છા વ્યકત કરી હતી, પરંતુ મમ્મી-પપ્પાએ તેની નાની ઉંમરને જોતા તેને રોઝા નહોતો રાખવા દીધો.

જો કે આ વખતે તો તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં મોતને ભેટેલા બાળકો માટે શિફા રોઝા રાખવા મક્કમ હતી. તેના પિતા સાથે રોઝા ખોલવાની તૈયારી કરી રહેલી અકીલા શિફાએ જણાવ્યું હતુ કે, અલ્લાહે તે બાળકોને પોતાની પાસે બોલાવ્યા છે અને મેં રોઝા રાખીને તેમના માટે શાંતિની દુઆ કરી છે. શિફાના પિતાનું કહેવુ છે કે તેણે સવારે રોઝા રાખવાની વાત કરી ત્યારે શરૂઆતમાં તેમણે ના પાડી હતી જો કે શિફા તેના માટે મક્કમ હતી.

રોજના બજારભાવ અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here