યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. યોગ શારીરિક અને માનસિક બંને રીતે ફાયદાકારક છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.

કાલે વિશ્વ યોગ દિવસ છે જેની ઉજવણી દુનિયાભરના લોકો કરવા જઈ રહ્યાં છે જાણો શું ઇતિહાસ છે વિશ્વ યોગ દિવસનો . ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં 21 જૂનને વૈશ્વિક યોગ દિન તરીકે ઉજવવાની ભલામણ કરી હતી. તેમની આ ભલામણને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકારી હતી.

શુક્રવારે સવારે યોગના કાર્યક્રમ આ રીતે કરાશે

સવારે 6.00 વાગે મહાનુભાવોના આવકાર અને સ્વાગત પ્રવચન, 6.30 વાગે વડાપ્રધાનનું લાઈવ સંબોધન તથા 7 થી 8 વાગ્યા સુધી યોગ નિદર્શનનો કાર્યક્રમ યોજાશે.

સુરત શહેર-જિલ્લામાં યોજાનારી યોગદિનની ઉજવણીમાં 3334 યોગ કેન્દ્રો પર 15.30 લાખથી વધુ લોકો જોડાશે. સુરત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં યોજાશે. ગોપીતળાવ, ચોક બજાર કિલ્લાનું મેદાન જેવા સુરતના ઐતિહાસિક સ્થળો ઉપરાંત ડુમસ દરિયા કિનારો, બોટનિકલ ગાર્ડન, સાયન્સ સેન્ટર તથા બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે જેવા આઇકોનિક સ્થળોએ યોગ નિદર્શનના કાર્યક્રમનુ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાના તમામ કોમ્યુનિટી હોલ, સ્મીમેર હોસ્પિટલ મળી કુલ ૫૨ સ્થળોએ યોગ નિદર્શન યોજાશે. સુરત જિલ્લામાં ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, ચોર્યાસી તાલુકામાં સચીન તથા કનકપુર-કનસાડ કોમ્યુનિટી હોલ, શારદાયતન વિદ્યાલય-ઈચ્છાપોર, તરસાડી તથા માંડવી નગરપાલિકામાં બે સ્થળોએ, બારડોલીમાં સ્વરાજ આશ્રમ સહિત ત્રણ સ્થળોએ, કામરેજમા પોલિસ હેડકવાર્ટર ઘલુડી સહિત ચાર સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.

નવું નવું જાણવા માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here